Gujarat Election 2022 : વનવાસીઓ માટે ડબલ એન્જિન સરકારે અનેક વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કર્યા : સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓએ ગુજરાત પ્રવાસ શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. તેવો વલસાડના નાનાપોંઢા ખાતે જનસભાને સંબોધિત કરવાના છે. જો કે આ પૂર્વે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓએ ગુજરાત પ્રવાસ શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. તેવો વલસાડના નાનાપોંઢા ખાતે જનસભાને સંબોધિત કરવાના છે. જો કે આ પૂર્વે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે વનવાસીઓ માટે ડબલ એન્જિન સરકારે વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કર્યા છે.
નાનાપોંઢામાં યોજાયેલી ભાજપની સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, નરેન્દ્ર મોદી વિકાસનો પર્યાય છે. સૌને ભરોસાની ભાજપ સરકાર પર વિશ્વાસ છે. વડાપ્રધાને વનબંધુઓ માટે સારી યોજનાઓ બનાવી છે. આદિવાસી વિસ્તારોમાં સારા રસ્તાઓ બનાવ્યા છે.
ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે
જ્યારે નાનાપોંઢામાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આ ચૂંટણી ન ભુપેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતની જનતા લડી રહી છે. આ વિસ્તાર મારા માટે નવો નથી. અહીં મે વર્ષો રહીને અનેક પ્રવાસો કર્યા. અમે અહીં સાઇકલ લઇને આવતા હતા. PM મોદી કહ્યુ કે, બે દાયકા પહેલા ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતુ. ભૂકંપ પછી લોકોને એવુ હતુ કે ગુજરાત ક્યારેય ઊભુ નહીં થાય. એક સમય હતો જ્યારે વારંવાર હિંસા થતી. આજે ગુજરાતમાં લોકો શાંતિથી વેપાર કરી શકે છે. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે.
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી દુનિયાભરમાં સામાન પહોંચે છે
પીએમએ જનસભા સંબોધતા જણાવ્યુ તે અમે મા નર્મદાના પાણીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાણી પહોંચાડ્યુ છે. એક સમયે હેડપંપ બનાવડાવે ત્યારે પેંડા વહેચાતા હતા. આજે ઘરે ઘરે પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યુ છે. તો બંદરોનો વિકાસ પણ કર્યો, કનેક્ટિવીટી વધારી. માછીમારો માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આજે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી દુનિયાભરમાં સામાન પહોંચે છે. જેના કારણે રોજગારી પણ ઊભી થઇ છે.
વડાપ્રધાને જણાવ્યુ કે, દિલ્હીમાં આજે અમે વિકાસ માટે કામ કરી રહ્યા છે. તમે કહ્યુ દિલ્હી જાઓ એટલે દિલ્હી આવ્યા છીએ. રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતનો વિકાસ એ ભાવના સાથે જ કામ કર્યુ છે. આપણે કઇક મેળવવા માટે હાથ આગળ નથી કર્યો,મદદ કરવા માટે આગળ કર્યો છે. તેમણે કહ્યુ કે, ભાજપ નવા લોકોને સતત આગળ કરે છે. રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ.