AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના વિસ્તારોમાં પ્રચાર પડઘમ શાંત

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજ સાંજથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના વિસ્તારોમાં પ્રચાર પડઘમ શાંત
Gujarat Election Campaign
Darshal Raval
| Edited By: | Updated on: Nov 29, 2022 | 5:48 PM
Share

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજ સાંજથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

પ્રથમ તબક્કામાં આજ સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં તા. 5.12.2022 ના રોજ સાંજના 5.00 કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. 3.12.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં છે. 70 મહિલા ઉમેદવાર અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 89 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ 88, બસપાએ 57 અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીનએ 6 ઉમેદવાર ઉતાર્યા છે. 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન

ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે

પ્રથમ તબક્કામાં ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની બેઠક છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની 35 બેઠક તો સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 54 બેઠક છે. રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠક પર એક ડિસેમ્બરે મતદાન થશે.

પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

•મતદાનની તારીખ: 01-12-2022

•મતદાનનો સમયઃસવારે 08.00 થી સાંજે 05.00

•કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 19(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)

•કેટલી બેઠક માટે મતદાનઃ89

•કુલ ઉમેદવારોઃ788 718 પુરૂષ ઉમેદવાર 70 મહિલા ઉમેદવાર

•રાજકિય પક્ષોઃ 39 રાજકીય પક્ષો

•કુલ મતદારો: 2,39,76,670 1,24,33,362 પુરૂષ મતદારો 1,1,5,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો

•18થી 19 વર્ષની વયના મતદારો: 5,74,560

•99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 4,945

•સેવા મતદારોઃ કુલ 9,606 9,371 પુરૂષ 235 મહિલા

•NRI મતદારોઃ કુલ 163 125 પુરૂષ 38 મહિલાઓ

•મતદાન મથક સ્થળો:14,382 3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં

•મતદાન મથકો: 25,430 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો

•વિશિષ્ટ મતદાન મથકોઃ 89 મોડલ મતદાન મથકો, 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 611 સખી મતદાન મથકો, 18 યુવા સંચાલિત મતદાન મથકો

•EVM-VVPAT:34,324 BU, 34,324 CU અને 38,749 VVPAT

•મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

  • •મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,06,963 કર્મચારી/અધિકારી
  • 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
  • 78,985 પોલીંગ સ્ટાફ
  • વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 19 જિલ્લાઓમાં
  • તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">