AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોણ છે આ ભરત સોલંકી ? જેમને મેદાનમાં ઉતારતા, મહેશ્વરી સમાજની નારાજગીથી કચ્છ કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ

ગાંધીધામ (Gandhidham) ઐદ્યોગિક વસાહત ઘણી છે અને અહીં અલગ અલગ વસ્તી રહે છે ત્યારે અગરિયા પરિવારમાંથી આવતા 42 વર્ષીય ભરત સોલંકી પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે. અહીં ભાજપના મહેશ્વરી સમાજના  ઉમેદવનારોનું વર્ચસ્વ રહ્યું છે.

Gujarat Election 2022: કોણ છે આ ભરત સોલંકી ? જેમને મેદાનમાં ઉતારતા, મહેશ્વરી સમાજની નારાજગીથી કચ્છ કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ
Bharat solanki gandhidham congress candidate
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 9:16 AM
Share

ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે પક્ષાંતરમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે નારાજગીનું કારણ આગળ ધરીને કોંગ્રેસમાંથી કેટલાય હોદ્દેદારો ચૂંટણીનો લાભ ખાંટવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કેટલાક વળી ભાજપમાંથી કોંગ્રેસમાં અને આપમાં જઈ રહ્યા છે તો આ કડીમાં કચ્છમાંથી સમાચાર સામે આવ્યા છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મહેશ્વરી સમાજના હોદ્દેદારોએ નારાજ થઇને રાજીનામા ધરી દીધા છે. ગાંધીધામમાંથી કોંગ્રેસે ભરત સોંલકીને ટિકીટ આપતા મહેશ્વરી સમાજના ઉમેદવારનું પત્તુ કપાયું છે અને આ બાબતથી મહેશ્વરી સમાજ નારાજ છે. આ કારણથી 17થી વધુ જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. હોદ્દેદારોએ પોતાના રાજીનામા જગદીશ ઠાકોરને સોંપ્યા હતા ગાંધીધામ બેઠકની વાત કરીએ તો અહીં મહેશ્વરી સમાજના 70,000 જેટલી વસ્તી છે મહેશ્વરી સમાજને ટિકિટ ન અપાતા કૉંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે

ગાંધીધામની બેઠક છે મહત્વની

ગાંધીધામ ઐદ્યોગિક વસાહત ઘણી છે અને અહીં અલગ અલગ વસ્તી રહે છે ત્યારે અગરિયા પરિવારમાંથી આવતા 42 વર્ષીય ભરત સોલંકી પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે. અહીં ભાજપના મહેશ્વરી સમાજના  ઉમેદવનારોનું વર્ચસ્વ રહ્યું છે  ત્યારે  કોંગ્રેસે હાલમાં જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાંથી એક ઉમેદવારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે ઉમેદવાર એટલે ગાંધીધામના ભરત સોલંકી. ભગવાં કપડાં, કાનમાં કુંડળ અને ગળામાં માળા પહેરે છે તેઓ ધોરણ 9 પાસ છે તેમણે ઉમેદવાર તરીકેની પસંદગી બાદ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વર્ષો પહેલા તેમના પરિવારને મીઠું પકવવાની જમીન આપવામાં આવી હતી. ભરત સોલંકી અખિલ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ પદે પણ કાર્ય કરતા હતા.

ગાંધીધામ બેઠક પર ભાજપનો છે દબદબો

ગાંધીધામની બેઠક એવી છે જ્યાં ભાજપનો દબદબો છે વર્ષ 2012માં રમેશ મહેશ્વરી ભાજપના ઉમેદવનાર હતા અને તેઓએ કોંગ્રેસના જયશ્રી ચાવડા સામે જીત મેળવી હતી તો વર્ષ 2017માં ભાજપના માલતી મહેશ્વરી સામે કોંગ્રેસ પિંગળની હાર થઈ હતી. હવે આ વર્ષે કોંગ્રેસે તો પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ બાજપ સામે સીધી ટક્કર આપવા બી.ટી. મહેશ્વરીને મેદાનમાં ઉતાર્યા છે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે ત્યારે ભાજપ આ બેઠક પર કોને ઉતારશે તે જોવું રહ્યું.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">