VIDEO : ચૂંટણી જીત્યા પહેલા ભાજપના દાંતા બેઠકના ઉમેદવાર હવામાં ! કહ્યું ‘ હું જીત્યા પછી ખુલ્લેઆમ દારૂ વેચી શકાશે’

વાયરલ વીડિયોમાં લાધુ પારઘીએ કહ્યું કે હું જીત્યા પછી મહિલાઓ ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચી શકશે. જો કે દાંતા ભાજપ ઉમેદવારના વાયરલ વીડિયો અંગે TV9 પુષ્ટિ કરતું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 1:31 PM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવાર લાધુ પારઘીનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. દાંતાના કોઈ ગામે ચૂંટણી પ્રચાર દમિયાન લાધુ પારગી ખુલ્લેઆમ દારૂ વેચાવવાનું વચન આપી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં લાધુ પારગીએ કહ્યું કે હું જીત્યા પછી મહિલાઓ ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચી શકશે. જો કે દાંતા ભાજપ ઉમેદવારના વાયરલ વીડિયો અંગે TV9 પુષ્ટિ કરતું નથી.

ચૂંટણી નજીક આવતા ઉત્સાહમાં નેતાઓ ભૂલ્યા ભાન

બીજી તરફ અમરેલીના સાવરકુંડલાના કોંગી ઉમેદવાર પ્રતાપ દુધાત પણ જીત પહેલા જ ફૂલ ફોર્મમાં જોવા મળ્યા. પ્રતાપ દુધાતે પોલીસ અધિકારીને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા અને એક સભા દરમિયાન પોલીસ અધિકારીનું નામ લીધા વગર આક્રમક ભાષણ આપ્યું હતું. અહીં લોકોને સંબોધન આપતા ઉચ્ચ અધિકારી વિશે પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, હું બીજા પોલીસકર્મીઓની વાત નથી કરતો, માત્ર એક મોટા અધિકારીની વાત કરું છું, જેઓ આજકાલ ભાજપના પ્રમુખ બનીને કામ કરી રહ્યા છે. પ્રતાપ દૂધાતે વધુમાં કહ્યુ કે, પહેલી તારીખ સુધી પોલીસની છે, પછી બીજી તારીખ મારી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">