ચૂંટણીને લઇ ભાજપ 365 દિવસ એક્શન મોડમાં ! હવે 5 રાજ્યના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election) ભાજપે બ્યુગલ ફૂંકી દીધુ છે. જુદા-જુદા 5 રાજ્યોના કાર્યકરોને ચૂંટણી પ્રચાર (Gujarat election) ની જવાબદારી આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election)જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પણ સજ્જ થઈ ગયા છે. ભાજપ (Gujarat BJP) અને કોંગ્રેસ સાથે AAP પણ મેદાનમાં ઉતર્યું છે તો PM મોદી અને અમિત શાહ (Amit shah)સહિતના દિગ્ગજ નેતાઓના પ્રવાસ પણ વધ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે તૈયારીઓ આરંભી છે. જુદા-જુદા 5 રાજ્યના કાર્યકરો ચૂંટણી પ્રચાર (Gujarat election 2022) માટે ઓગસ્ટ અંત સુધીમાં ગુજરાત આવશે. મહત્વનું છે કે, ઝોન પ્રમાણે અલગ-અલગ રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપે વિધાનસભા ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંક્યુ
જેમાં ગુજરાત ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના કાર્યકરોને, મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના કાર્યકરોને સોંપવામાં આવી છે.જ્યારે દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ર ભાજપના શિરે થોપવામાં આવી છે.તો સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી બિહાર ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે.
ચૂંટણી પહેલા કેજરીવાલની વચનોની લ્હાણી
શ્રાવણના પહેલા સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા હતા, આ દરમિયાન કેજરીવાલે તેમના સંબોધનમાં અનેક વચનોની લ્હાણી કરી. અરવિંદ કેજરીવાલે (Arvind Kejrival) એ કહ્યુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનશે તો તમામ બેરોજગારોને નોકરી આપશે અને તેના માટે 10 લાખ નોકરીઓ બહાર પાડશે. એટલુ જ નહીં તેમણે કહ્યુ જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગાર યુવકને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ આપશે. વધુમાં તેમણે કહ્યુ કે, સહકારી વિભાગોમાં પણ નોકરી આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરીને પારદર્શક્તા લાવશુ. જો AAP ની સરકાર બનશે તો 5 વર્ષમાં દરેક બેરોજગારને નોકરી આપશે. આ સાથે તેમણે દિલ્હી મોડેલનુ ઉદાહરણ આપ્યુ કે તેમણે દિલ્હીમાં 12 લાખ બેરોજગારોને નોકરી અપાવી છે.