AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા બેઠકોનો ધમધમાટ, CM ભૂપેન્દ્ર પટેલ પાટીદાર અગ્રણીઓ સાથે કરશે મુલાકાત

આ બેઠકમાં નરેશ પટેલ, (Naresh patel) બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા બેઠકોનો ધમધમાટ, CM ભૂપેન્દ્ર પટેલ પાટીદાર અગ્રણીઓ સાથે કરશે મુલાકાત
CM bhupendra patel will meet Patidar leaders
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 9:33 AM
Share

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર શરૂ થયો છે. મુખ્યપ્રધાનના(CM Bhupendra patel)  નિવાસ્થાને પાટીદારોની (Patidar) મોટી બેઠક યોજાશે.આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ પાટીદાર અગ્રણીઓ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરશે. બેઠકમાં નરેશ પટેલ, (Naresh patel) બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા થઈ શકે છે.

બેઠકને લઈને એક ચર્ચા એવી પણ છે કે, બેઠક દ્વારા ફરી એકવાર પાટીદાર પાવર દેખાવડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મહત્વનું છે કે, આ પહેલાં 7 જુલાઈએ બેઠક મળવાની હતી જો કે, વરસાદના (Rain) કારણે બેઠક રદ કરવામાં આવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મંગળવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક(Cabinet Meeting) યોજાઈ.રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.ઉપરાંત ભારે વરસાદથી થયેલા નુક્સાનના સર્વે અંગે પણ ચર્ચા થઈ.તો વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી.તમને જણાવી દઈએ કે,28 અને 29 જુલાઈ વડાપ્રધાન મોદી (PM Modi gujarat visit) ગુજરાત પ્રવાસે આવવાના છે,ત્યારે તે અંગેની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">