Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા ચૂંટણીમાં ખાસ પ્રકારના બુથનું આયોજન, 7 સખી મતદાન મથક ઉભા કરાશે

|

Nov 04, 2022 | 3:33 PM

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે ડાંગ વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. જેમાં 193298 મતદારો માટે 335 મતદાન મથક ઉભા કરવામાં આવશે. જેમાં 5 વિશેષ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ ડાંગ વિધાનસભા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયુ છે.

Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા ચૂંટણીમાં ખાસ પ્રકારના બુથનું આયોજન, 7 સખી મતદાન મથક ઉભા કરાશે
Dang Assembly Election Preparation

Follow us on

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે ડાંગ વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. જેમાં 193298 મતદારો માટે 335 મતદાન મથક ઉભા કરવામાં આવશે. જેમાં 5 વિશેષ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ ડાંગ વિધાનસભા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયુ છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા 01 ડિસેમ્બરે 1,93,298 મતદારો માટે 335 બુથ જેમાં પણ પાંચ ખાસ પ્રકારના વિવિધ બુથનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સ્ત્રી પુરુષ સમાનતાનો સંદેશ અને પર્યાવરણ જાળવણી અંગે લોકોને સંદેશ મળે તે હેતુ સાથે 7 જેટલા સખી બુથ રહેશે જે બુથ 100 ટકા મહિલા સંચાલિત રહેશે સાથે 1 બુથ 100 ટકા ઇકો ફ્રેન્ડલી બુથ હશે જેમાં ઉપયોગમાં આવતી તમામ સામગ્રી ઇકો ફ્રેન્ડલી લેવામાં આવશે.

ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામ સાથે જાહેર થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામ સાથે જાહેર થશે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે.પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે.પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા બને છે આ ઘટના, રોહિત પણ બચી શક્યો નથી
રોજ મોસંબી જ્યુસ પીવાથી થશે 8 ફાયદા
સારી ઊંઘ માટે જાણી લો 4 3 2 1 નો નિયમ, થશે મોટો ફાયદો
નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચડાવવામાં આવે છે ? જાણો રહસ્ય
શરીરમાં ક્યારેય નહીં આવે પરસેવાની દુર્ગંધ, આ એક વસ્તુ પાણીમાં નાખીને નહાવાથી થશે કમાલ
ઓપરેશન વગર કિડનીની પથરીને બહાર કાઢી શકે છે આ અસરકારક ઉપાય

બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મતદાન

ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે.જેમાં 18 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

182 વિધાનસભા બેઠક માં 40 બેઠક અનામત

ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે.જેમાં 40 બેઠક અનામત છે. 13 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે.2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી.2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

Published On - 3:30 pm, Fri, 4 November 22

Next Article