Gujarat Assembly Election 2022 : વડોદરા શહેરના 55 મતદાન મથકો ઉપર ઢોલ સાથે મતદારોનું સ્વાગત કરવાનો નવતર પ્રયોગ , વિક્રમી મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ

Gujarat Assembly Election 2022 : વડોદરા શહેરની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર સવારે મતદાન કરવા માટે નગરજનોની ભારે ભીડ જોવા મળી છે. શહેરના ૫૫ જેટલા મતદાન મથકો ઉપર ઢોલ સાથે મતદારોનું સ્વાગત કરવાનો તંત્ર દ્વારા નવતર પહેલ કરાઇ છે. તંત્ર દ્વારા એબસન્ટી વોટર્સ માટે વાહન અને વ્હિલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Gujarat Assembly Election 2022 : વડોદરા શહેરના 55 મતદાન મથકો ઉપર ઢોલ સાથે મતદારોનું સ્વાગત કરવાનો નવતર પ્રયોગ , વિક્રમી મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ
વડોદરામાં અર્બન એપથીને તોડવા મતદારોમાં ઉત્સાહ
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Dec 05, 2022 | 2:05 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના થયેલા મતદાનની સવારની ટકાવારીની સાપેક્ષે બીજા ચરણની સવારની ટકાવારીએ મતદારોના ઉત્સાહને દર્શાવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો ઉપર મતદાન કરવા માટે સવારમાં મતદારોએ ભારે લાઇન લગાવતા સવારના આઠથી નવ વાગ્યા સુધીના એક જ કલાકમાં 4.89 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ બાબત વડોદરા શહેર અને જિલ્લાના લોકશાહીના ઉત્સવમાં મતદારોનો ભારે ઉત્સાહ દર્શાવે છે.

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાને પગલે સવારના સાત વાગ્યામાં પ્રથમ મોકપોલ બાદ મતદાન પ્રક્રીયા શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થઇ હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદારોએ લાઇનો લગાવી હતી. મતદાર જાગૃતિ માટે કરવામાં આવેલા પ્રયત્નોની અસર સવારમાં જોવા મળી રહી છે. યુવાનો સાથે વૃદ્ધો અને મહિલાઓની પણ ભારે ભીડ જોવા મળી હતી. તંત્ર દ્વારા એબસન્ટી વોટર્સ માટે વાહન અને વ્હિલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કલેક્ટર અતુલ ગોર પણ સવારના તબક્કામાં કેટલાક મતદાન મથકોની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા. સવાદ, હરણી રોડ, અમિતનગર સર્કલ, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં આવેલા મતદાન મથકોની તેમણે મુલાકાત લઇ ચૂંટણીકર્મીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વડોદરામાં અર્બન એપથીને તોડવા શહેરીજનોએ અદ્દભૂત ઉત્સાહ દર્શાવ્યો છે. વડોદરા શહેરની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર સવારે મતદાન કરવા માટે નગરજનોની ભારે ભીડ જોવા મળી છે. શહેરના ૫૫ જેટલા મતદાન મથકો ઉપર ઢોલ સાથે મતદારોનું સ્વાગત કરવાનો તંત્ર દ્વારા નવતર પહેલ કરાઇ છે. તંત્ર દ્વારા એબસન્ટી વોટર્સ માટે વાહન અને વ્હિલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં શહેરના જે મતદાન મથકો ઉપર મતદારોની નિરસતા જોવા મળી હતી. તેવા મતદાન કેન્દ્રો ઉપર અવસર અભિયાન અંતર્ગત વધુ મતદાન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમ કે, જીવનભારતી સ્કૂલમાં આવેલા મતદાન મથકો ઉપર ગત ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી હતી. ત્યાં આ વખતે મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે ઢોલ સાથે સ્વાગત કરવામાં આવતું હતું. વળી, આ મતદાન મથકો ઉપર ખાસ્સી ભીડ જોવા મળી હતી.

આ ઉપરાંત ઇકોફ્રેન્ડલી મતદાન કેન્દ્રોમાં પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ કરવાની સાથે સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. પીવાના પાણી માટે માટીના મટકા મૂકવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ આવા વિશેષ મતદાન કેન્દ્રોની મુલાકાત પણ લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">