AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : દોડવા માટે જાણે પગ મળ્યા હોય તેવો અનુભવ થયો, દિવ્યાંગોનો મતદાન માટે ઉત્સાહ

Gujarat Assembly Election 2022 : સામાન્ય નાગરિકો સાથે ખભેખભો મિલાવીને દિવ્યાંગો મતદાન કરી શકે તે માટે 1,927 મતદાન મથકો પર વ્હીલચેર, 1956 સહાયકોની સુવિધા અપાઇ છે. ‘વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય એવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો’ હોવાનું દિવ્યાંગોએ કહ્યું

Gujarat Assembly Election 2022 : દોડવા માટે જાણે પગ મળ્યા હોય તેવો અનુભવ થયો,  દિવ્યાંગોનો મતદાન માટે ઉત્સાહ
Gujarat Assembly Election 2022: દિવ્યાંગ મતદારોમાં ઉત્સાહ જોવાયોImage Credit source: Tv9 Gfx
Darshal Raval
| Edited By: | Updated on: Dec 05, 2022 | 5:23 PM
Share

Gujarat Assembly Election 2022 : અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના રહેવાસી જોરૂભાઈ સાથાભાઈ પટેલના આ વાક્યો છે. રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં તેઓ અત્યાર સુધી ભાગીદાર બનતા આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેઓ મત આપી શકશે કે કેમ તેવી શંકા તેમના મનમાં હતી. જોરૂભાઈના જણાવ્યા પ્રમાણે એક વર્ષ અગાઉ તેમને અકસ્માત નડ્યો હતો. જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા.

વ્હીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા દિવ્યાંગ જોરુભાઇ પટેલ

પેરાલિસીસને કારણે તેમને દૈનિક ક્રિયાઓમાં પણ મુશ્કેલી નડવા લાગી. પરંતુ ચૂંટણી નજીક આવતા તેમનું મન મત આપવા માટે મક્કમ હતું. 40 વર્ષીય જોરૂભાઈને ધરજી ગામની જ શાળાના સંકુલમાં મતદાન કરવાનું હતું. બૂથ નં 257ના સ્ટાફે તેમનો સંપર્ક કરીને તેઓને શાળા સુધી અને ત્યાંથી ઈવીએમ મશીન સુધી લઈ જવા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી. તેમને કોઈપણ પ્રકારે અગવડ ન પડે તે માટે સહાયક પણ આપવામાં આવ્યા. આમ, ચૂંટણીપંચ દ્વારા મતદાન કરવા માટે તેમને જાણે પગ આપી દીધા હોય તેવી અનુભૂતિ થઈ. સાથોસાથ તેમના પરિવારજનોએ પણ વ્હીલચેર સહિતની સુવિધાઓ આપવા બદલ ચૂંટણી સ્ટાફ અને ચૂંટણી પંચનો આભાર માન્યો છે.

સાણંદના વાઘજીપુરાના હંસાબેન વાઘેલાએ મતદાનના અનુભવને વર્ણવ્યો

કંઈક આવો જ અનુભવ રહ્યો સાણંદના વાઘજીપુરાના હંસાબેન વાઘેલાનો. 55 વર્ષીય હંસાબેન પેરેલાઈઝ્ડ હોવાથી હાથ અને પગ કાર્યરત નથી. દૈનિક ક્રિયા માટે પણ તેઓ પરવશ છે. પરંતુ તેઓ મતદાનના હક્કથી વંચિત ન રહે તે માટે સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આંગણવાડી કાર્યકરોએ બિડું ઝડપ્યું. હંસાબેનને સલામતીપૂર્વક વ્હીલચેરમાં બેસાડી વાઘજીપુરા પ્રાથમિક શાળા સ્થિત મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં આવ્યા. જ્યાં તેમણે મતદાન કરીને સંતોષની લાગણી અનુભવી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર ધવલ પટેલ કહે છે કે, અમદાવાદ જિલ્લાના 1,927 મતદાન કેન્દ્રો પર દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વળી દિવ્યાંગોને બુથ પર જરૂરી કાર્યવાહી ઉપરાંત EVM સુધી લઈ જવા માટે 1956 સહાયકોની નિયુક્તિ પણ કરવામાં આવી છે. આ રીત ગુજરાતના તમામ નાગરિકોની જેમ ખભેખભો મિલાવીને દિવ્યાંગો મતદાન કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

(ઇનપુટ-ભાષાંતર)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">