Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં કમિટેડ વોટર્સ બનાવશે બાજી કે બગાડશે બાજી..!!

Gujarat Assembly Election 2022 : એક હકીકત એ પણ છે કે ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય સફળ થયો નથી. પરંતુ આ વખતની સ્થિતિ કઈ અલગ દેખાઈ રહી છે, આમ આદમી પાર્ટીને લઈને લોકોના મનમાં એક સમાધાન છે જે મતમાં પરિણમે તો પરિણામ આશ્ચર્યજનક હોઈ શકે

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં કમિટેડ વોટર્સ બનાવશે બાજી કે બગાડશે બાજી..!!
Voters opinion in Election 2022
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Dec 04, 2022 | 2:58 PM

Gujarat Assembly Election 2022 નું સોમવારે બીજા ચરણનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં પ્રથમ ચરણની ચૂંટણીના મતદાન બાદ કહેવું મુશ્કેલ છે કે કઈ પાર્ટીને વધુ બેઠકો મળી શકે. જે અનુસાર મતદાન થયું છે, એમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી છે જેને લઈને આકલન કરવું મુશ્કેલ છે કે વધુ સીટો ક્યાં પક્ષને મળી શકે છે. ગુજરાતમાં પ્રથમ ચરણમાં થયેલા મતદાન બાદ એક વાત તો સ્પષ્ટ છે કે નીરસ મતદાન થયું છે. જેની નોંધ ઇલેક્શન કમિશને પણ લીધી છે. રાજકીય પાર્ટીઓનો ઝંઝાવાતી પ્રચાર ભલે રહ્યો પણ પાર્ટીઓના ઘોષણાપત્રો અને વચનોમાં મતદાતાઓએ રસ દાખવ્યો નહીં અને મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં પાર્ટીઓ નિષ્ફળ રહી. ચૂંટણી પંચ પણ નીરસ મતદાનને લઈને નારાજ છે, એવામાં હવે કોણ પ્રથમ ચરણના આ મતદાન બાદ સત્તાનો સ્વાદ ચાખશે એ ફક્ત એવા મતદાતાઓ જ નક્કી કરશે જેમને પાર્ટીઓની વિચારધારામાં રસ હોય.

આ વોટર્સ છે, કમિટેડ વોટર્સ જેમણે મેનિફેસ્ટોને ધ્યાને લઈને મતદાન કર્યું કે પછી વિકાસની રાજનીતિને લઈને કે પછી પરિવર્તનને ધ્યાને લઈને. ચૂંટણી પ્રચારમાં ગૌરવ યાત્રા, સહિત તિરંગા યાત્રાઓ યોજાઈ કોંગ્રેસ પાર્ટીની સંવિધાન ચૌપાલ અને ઘર ઘર સંપર્ક અભિયાન. જનતાએ ખુલીને આ વખતે પોતાના વિચારો વ્યક્ત કર્યા નથી, એનો અર્થ એ જ છે કે પાર્ટીઓની વિચારધારામાં માનનારા મતદારો જ ઘરની બહાર નીકળ્યા છે અને મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા છે કે જેઓ માને છે કે સરકાર બનાવવામાં એમના મતનું મૂલ્ય શું છે.

હવે વાત મતદાન કેન્દ્રો સુધી પહોંચેલા મતદાતાઓની તેમજ પાર્ટીના બુથ ઉપરના કાર્યકર્તાઓની જેઓ છેલ્લે દિવસે મહેનત કરીને મતદાતાઓને મતદાન કેન્દ્રો સુધી લાવે છે. ઓછું મતદાન એટલે શું એમની પણ નિરસતા છે કે મતદાન ઓછું થયું.! હવે જેટલા મતદાતાઓ મતદાન કેન્દ્ર સુધી ગયા એમની પાછળ કઈ પાર્ટીએ મહેનત કરી એ જ વિજેતા.!!

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મતદાન ઓછું થયું એ પાછળ anti incumbuncy ફેક્ટર હતું, કે વિરોધ પક્ષો સામે નારાજગી એ સમજવા માટે મતદાન ગણતરીની રાહ જોવી પડશે. પરંતુ આ ચૂંટણી મહેનત માંગી લે એવી જરૂરથી રહી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ સહિતના નેતાઓની ફૌજ મેદાનમાં આવી અને ધૂંઆદાર પ્રચાર કર્યો, એની સામે સોશ્યલ મીડિયા અને જન સંપર્ક પ્રચાર થયો. નેતાઓ એક પણ દિવસ નવરા નથી પડ્યા, મતદાતાઓની નારાજગીએ રાજકીય પાર્ટીઓની પણ ચિંતા વધારી દીધી છે.

રાજકીય પાર્ટીઓમાં ભાજપ માઈક્રો મેનેજમેન્ટ સ્તરે જઈને મતદાન પ્રક્રિયાનો અભ્યાસ કરે છે, તો એની સામે હવે કોંગ્રેસ પાર્ટીએ કરેલો પ્રચાર અને ત્રીજા વિકલ્પ તરીકે આપ પાર્ટીએ કરેલી મહેનત રંગ લાવે છે કે પછી વિકાસની રાજનીતિ ઉપર જ જનતાએ મહોર લગાવી છે એ જોવું રહ્યું.

બુથ મેનેજમેન્ટ કરનાર પાર્ટી જ હવે ચૂંટણી જીતી શકે એ પ્રકારની સ્થિતિ ઉભી થઇ ગઈ છે. એવામાં બુથ ઉપર મજબૂત કામગીરી એટલે કમિટેડ વોટર્સનું મતદાન.

એક હકીકત એ પણ છે કે ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય સફળ થયો નથી. પરંતુ આ વખતની સ્થિતિ કઈ અલગ દેખાઈ રહી છે, આમ આદમી પાર્ટીને લઈને લોકોના મનમાં એક સમાધાન છે જે મતમાં પરિણમે તો પરિણામ આશ્ચર્યજનક હોઈ શકે પણ તોયે પરિણામ આપ પાર્ટીના પક્ષમાં આવશે એ કહેવું મુશ્કેલ છે. મોદી લહેર અને જુવાળમાં પણ કોંગ્રેસ પાર્ટી મતો લઈ જઈ વિપક્ષ તરીકે બેસતી હોય તો એનો અર્થ એ પણ છે કે કોંગ્રેસ પાર્ટીના વિચારોમાં માનનારો વર્ગ પણ ગુજરાતમાં છે. પરંતુ મતદાન કેન્દ્ર સુધી કઈ પાર્ટીને માનનારો મતદાતા પહોંચ્યો એ પ્રશ્ન બધાની સામે ઉભો જ છે.

ચૂંટણી પરિણામો ભાજપ તરફી આવે કે કોંગ્રેસ કે આપ તરફી પણ પાર્ટીઓએ લોકશાહીના આ પર્વ માટે આવનારા દિવસોમાં ચૂંટણી સ્ટ્રેટેજી અને લોકસંપર્ક બાબતે અભ્યાસ કર્યા બાદ બુથ મેનેજમેન્ટનો બારીક અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે મતદાતાઓના મન સુધી પહોંચવું એટલું જ જરૂરી છે જો લોકશાહી બરકરાર રાખવી હોય તો.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">