Gujarat Election 2022: કોંગ્રેસ-NCP વચ્ચે થશે ગઠબંધન ! આજે જયંત બોસ્કી અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક
અગાઉ કોંગ્રેસ (Congress) અને NCP વચ્ચે ચાર સીટો પર ગઠબંધન અંગે ચર્ચા બાદ હજુ પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. NCPએ ગોંડલ, ઉમરેઠ,કુતિયાણા,નરોડામાં ટીકિટ માગી હતી. કોંગ્રેસના બે લિસ્ટ જાહેર થયા બાદ પણ હજી ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય પક્ષો જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ આ ચૂંટણીનો જંગ જીતવા અલગ રણનીતિ ઘડી છે. કોંગ્રેસે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા શુક્રવારે ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જો કે આ યાદી પરથી કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થશે કે કેમ તેને લઇને હજુ અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થવાની શક્યતા છે. જેમાં કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન થશે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઇ શકે છે.
કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થશે કે કેમ તેને લઇને હજુ અસમંજસ છે. કારણ કે આ પહેલા NCP દ્વારા ચાર બેઠક પર તેમના ઉમેદવાર ઊભા રાખવાની માગ કરવામાં આવી હતી. જો કે ગોંડલ બેઠકમાંથી કોંગ્રેસે યતિશ દેસાઇને ટિકિટ આપી છે. ત્યારે ગોંડલ બેઠક પરથી રેશમા પટેલ પણ NCPમાંથી ચૂંટણી લડવાની છે. જો કે મળતી માહિતી પ્રમાણે આજે એક બીજી જાહેરાત થવાની શક્યતા છે. કોંગ્રેસ અને NCP વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંગે ચર્ચા થવાની શકયતા છે. આ બેઠક માટે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક થઈ શકે છે. જેમાં ગઠબંધન પર ચર્ચા થઇ શકે છે.
ગુજરાત ઇલેક્શન 2022 : કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થશે ?
કોંગ્રેસ અને NCPનું ગઠબંધન હજુ ચર્ચામાં જ છે. અગાઉ કોંગ્રેસ અને NCP વચ્ચે ચાર સીટો પર ગઠબંધન અંગે ચર્ચા બાદ હજુ પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. NCPએ ગોંડલ, ઉમરેઠ,કુતિયાણા,નરોડામાં ટીકિટ માગી હતી. કોંગ્રેસના બે લિસ્ટ જાહેર થયા બાદ પણ હજી ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત, પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,જયંત બોસ્કી, નિકુલ તોમર વચ્ચે થોડા દિવસ પહેલાં જ સર્કિટ હાઉસમાં આ અંગે બેઠક થઈ હતી.
ગુજરાત ઇલેક્શન 2022 : રેશમા પટેલ NCPમાં ગોંડલથી ચૂંટણી લડશે
ગોંડલ બેઠક પર ત્રણ મહિલાઓ વચ્ચે જંગ ખેલાશે. પહેલા ઉમેદવારો જાહેર કરવા ભાજપ અને કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હતો. પરંતુ આ બેઠક પર ભાજપે ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી યતિન દેસાઈ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે હવે NCPએ રેશમા પટેલને ગોંડલની બેઠક પર ટીકિટ આપી છે. હવે આ બેઠક પર કારણ કે AAPમાંથી નીમિષાબેન ખૂંટને પણ ગોંડલમાંથી ટીકિટ મળી છે.