ભાજપનો મેગા પ્રચાર, જાણો કયા નેતા કઈ બેઠક પર ગજવશે ચૂંટણી સભા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે ફરી એકવાર ભાજપનું કાર્પેટ બોમ્બિંગ જોવા મળશે. એકસાથે અનેક નેતાઓ પ્રચારમાં જોડાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને સાંસદો ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાજપના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે આવશે.

ભાજપનો મેગા પ્રચાર, જાણો કયા નેતા કઈ બેઠક પર ગજવશે ચૂંટણી સભા
ભાજપનો ધુંઆધાર પ્રચાર
TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Nov 21, 2022 | 10:53 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ તાકાત લગાવી રહી છે. જેમાં ભાજપ દ્વારા કાર્પેટ બોમ્બિંગ શરૂ થઈ ગયુ છે. આવતીકાલે (22.11.22) ભાજપના નેતાઓ 93 વિધાનસભા બેઠકો પર ધુંઆધાર પ્રચાર કરશે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવશે. બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે એ તમામ 93 બેઠકો પર ભાજપના નેતાઓ, હોદ્દેદારો, મહામંત્રીઓ સહિતના સભાઓ ગજવશે. આ તમામ 93 બેઠકો પર કઈ બેઠક પર ક્યાં નેતાની સભા હશે તેની વિગતવાર યાદી આ મુજબ છે.

 1. જેપી નડ્ડા પંચમહાલ જિલ્લાની શહેરા, પાટણ જિલ્લાની ચાણસ્મા અને સિદ્ધપુર, અમદાવાદ શહેની નિકોલ બેઠકના ઉમેદવારો માટે જનસભા સંબોધશે
 2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ જિલ્લાની ખંભાત, બનાસકાંઠાની થરાદ, ડીસા અને અમદાવાદ શહેરની સાબરમતી બેઠક પર સભા ગજવશે.
 3. જયરામ ઠાકુર ખેડા જિલ્લાની નડિયાદ, અમદાવાદની નારણપુરા અને વેજલપુર બેઠકના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 4. અર્જુન મેઘવાલ આણંદ જિલ્લાની બોરસદ, અમદાવાદ શહેરની દાણીલીમડા, સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભાને સંબોધન કરશે
 5. ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠા જિલ્લાની વાવ અને કાંકરેજ, ગાંધીનગર ઉત્તર અને અમદાવાદ શહેરની અસારવા વિધાનસભા સીટના ઉમેદવારો માટે જનસભાને સંબોધન કરશે
 6. અજયભાઇ ભટ્ટ વડોદરા જિલ્લાની વાઘોડિયા, આણંદ અને અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 7. હિમંતા બિસ્વા શર્મા અરવલ્લી જિલ્લાની મોડાસા, અમદાવાદ શહેરની નરોડા અને દરિયાપુર વિધાનસભા સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભા સંબોધશે
 8. દેવેન્દ્ર ફડણવિસ અરવલ્લી જિલ્લાની બાયડ, સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ અને અમદાવાદ શહેરની મણીનગર વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 9. મનોજ તિવારી વડોદરા જિલ્લાની ડભોઇ, અમદાવાદ શહેરની બાપુનગર અને જમાલપુર ખાડીયા વિધાનસભા સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભા સંબોધશે
 10. તરૂણ ચુગ અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડીયા વડોદરા જિલ્લાની કરજણ, ખેડા જિલ્લાની મહુધા અને આણંદની પેટલાદ વિધાનસભા સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભા સંબોધશે
 11. વિનોદ તાવડે છોટા ઉદેપુર જિલ્લાની પાવી જેતપુર, પંચમહાલની હાલોલ, કાલોલ અને ગોધરા સીટના ઉમેદવારો માટે જનસભા સંબોધશે
 12. કૈલાસ ચૌધરી બનાસકાંઠા જિલ્લાની દાંતા અને પાલનપુર વિધાનસભા સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભાને સંબોધશે
 13. સુધીર ગુપ્તા બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને પાટણ વિધાનસભા સીટના ઉમેદવારો માટે જંગી જનસભા સંબોધશે
 14. રવિ કિશન અને રમિલાબેન બારા અરવલ્લી જિલ્લાની ભિલોડા અને પંચમહાલ જિલ્લા લુણાવાડા વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 15. ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સભ્યો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના હોદેદારો અને આગેવાનો ભાજપના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 16. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલની મોરવા હડફ, મહિસાગરની સંતરામપુર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા અને ઇડર વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 17. મનસુખ માંડવિયા ગાંધીનગર દક્ષીણ, અમદાવાદની દસક્રોઇ અને અમદાવાદની વટવા સીટના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરશે
 18. પુરષોત્તમ રૂપાલા છોટા ઉદેપુર, સાબરકાંઠાની હિંમતનગર, અમદાવાદની ધોળકા અને અમદાવાદની ઠક્કરબાપાનગર સીટના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરશે
 19. ડૉ. મહેન્દ્રભાઇ મુંજપુરા અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભા સીટના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરશે
 20. નીતિન પટેલ ગાંધીનગરની કલોલ અને માણસા તેમજ અમદાવાદ શહેરની અમરાઇવાડી સીટના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરશે
 21. ગોરધન ઝડફીયા વડોદરાની સાવલી અને પાદરા, આણંદ જિલ્લાની ઉમરેઠ અને ખેડા જિલ્લાની માતર વિધાનસભા સીટના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરશે
 22. દેવુંસિંહ ચૌહાણ મહિસાગરની બાલાસીનોર, ખેડાની કપડવંજ અને ઠાસરા, આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા સીટના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરશે.
 23. ભારતીબેન શિયાળ અમદાવાદની વિરમગામ અને આણંદની સોજીત્રા વિધાનસભા સીટના ઉમેદવારો માટે જાહેર સભાને સંબોધશે
 24. શંકર ચૌધરી પાટણની રાધનપુર સીટના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરશે
 25. અલ્પેશભાઇ ઠાકોર પાટણની રાધનપુર, બનાસકાંઠાની ધાનેરા અને વડગામ વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
 26. મનોજ જોષી અમદાવાદ શહેરની એલીસબ્રીજ વિધાનસભા સીટના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરશે

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati