Gandhinagar: પેપર ચોરી થવાની ઘટના બાદ ધોરણ 7ના છેલ્લા બે પેપર માટેની પરીક્ષા રદ કરી દેવાઈ
તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે.
ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા (School) માંથી ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપરો ચોરાયા બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગના મુખ્ય નિયામક એમ.આઇ.જોષીએ ધોરણ 7ની આગામી બે પેપરની પરીક્ષા દર કરી નાખવાની જાહેરાત કરી છે. સીલબંધ પેકેટમાંથી ધો. 7ના પેપરની 3- 3 નકલની ચોરી થઈ છે. આચાર્યની જાણ થતા ફરિયાદ નોંધાઈ છે. રાજ્યમાં એક પ્રશ્નપત્ર આપવાનો કોન્સેમ્પટ છે તેના કારણે બે દિવસ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં આ માહિતી પહોંચાડી દેવામાં આવી છે. પેપરોની ચોરી થઈ છે તેના કારણે વિદ્યાર્થીઓને કોઈ અવગડ ન થાય તે માટે પરીક્ષા રદ કરાઈ હોવાનું મુખ્ય નિયામકે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.
તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે. જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ધોરણ 7ની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat : 11 વર્ષથી કાગળ પર અટવાયેલો હતો કન્વેનશનલ બેરેજ પ્રોજેકટ, ખર્ચ 1 વર્ષમાં 500 થી વધીને 941 કરોડ થયો
આ પણ વાંચોઃ Gandhinagar: પેપર ચોરી થવાની ઘટના બાદ ધોરણ 7ના છેલ્લા બે પેપર માટેની પરીક્ષા રદ કરી દેવાઈ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો