AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટિકિટની સત્તાવાર જાહેરાત પૂર્વે જ કોંગ્રેસી નેતાએ જાહેર કરી ઉમેદવારી નોંધાવવાની તારીખ, જુઓ VIDEO

સત્તાવાર જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા પુંજા વંશે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. 10 નવેમ્બરે ઉના બેઠક માટે ઉમેદવારી નોંધાવશે.

ટિકિટની સત્તાવાર જાહેરાત પૂર્વે જ કોંગ્રેસી નેતાએ જાહેર કરી ઉમેદવારી નોંધાવવાની તારીખ, જુઓ VIDEO
Congress MLA Punjabhai Vansh
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 1:44 PM
Share

ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે.  ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે ઉનાના ધારાસભ્ય પુંજા વંશે સત્તાવાર જાહેરાત થયા પહેલાં કોંગ્રેસના નેતાએ ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.

ઉમેદવારી પત્રક ભરવાની તારીખ પણ જાહેર કરી

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા પુંજા વંશે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. 10 નવેમ્બરે ઉના બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. આ અંગે પૂંજા વંશે વીડિયો જાહેર કરી સમર્થકોને હાજર રહેવાની અપીલ પણ કરી છે. તો કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કર્યા પહેલા જ પુંજાભાઈ વંશે પોતાની બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાનું એલાન કર્યું છે.

કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની કરી શરૂઆત

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. મહત્વનું છે કે કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી. જો કે હજુ બાકી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, તે પહેલા જ આ પ્રકારના એલાનને પગલે કોંગ્રેસમાં રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે.

(વીથ ઈનપૂટ – નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)

g clip-path="url(#clip0_868_265)">