AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક ! આ બેઠકો માટે કરી શકે છે ગઠબંધન

TV9 GUJARATI

|

Updated on: Sep 13, 2022 | 7:52 AM

ગઠબંધનને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસની નજીક ! આ બેઠકો માટે કરી શકે છે ગઠબંધન
Chhotu Vasava

AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસ (Congress Party) સાથે ગઠબંધન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ ઝઘડિયા અને ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા બેઠકને (Gujarat Assembly Seat)  લઈ BTP સાથે ગઠબંધન કરી શકે છે. અગાઉ કોંગ્રેસના (Congress) મીડિયા ઈનચાર્જ પવન ખેરા અને છોટુ વસાવાની (Chhotu Vasava)મુલાકાત થઈ હતી. આ દરમિયાન બે બેઠક પર સંમતિ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે પણ નિર્ણય હશે તે અમારા પ્રભારી અને હાઈકમાન્ડ લેશે.

BTP અને AAPના ગઠબંધનનું ‘બાળમરણ’

દિલ્હીના સીએમ અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસ દરમિયાન જ તેમને મોટો ઝટકો મળ્યો છે. ગઈ કાલે છોટુ વસાવાએ BTP અને આપનું (Aam Admi Party) ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે આ સમાચાર આમ આદમી પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક રહી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ગુજરાતના મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ BTP સાથેનું ગઠબંધન તૂટતા તેમને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડવાની સંભાવના છે.

છોટુ વસાવાના AAP પર ગંભીર આરોપ

વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી બહુમુલ્ય ધરાવતા નર્મદા જિલ્લામાંથી (Narmada) આમ આદમી પાર્ટીને મોટુ નુકસાન પહોંચાડતા સમાચાર સામે આવ્યા છે. BTP અને AAPના રાજકીય ગઠબંધનમાં ભંગાણ પડ્યું છે. છોટુ વસાવાએ BTP અને AAPનું રાજકીય ગઠબંધન તૂટવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું કે, AAPના ટોપી વાળા લોકો દેખાતા નથી અને AAPના નેતાઓ BTPનું માનતા નથી એટલે આ ગઠબંધન તોડવાની ફરજ પડી છે. આ સાથે તેમને AAP પર ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે AAP અને ભાજપ એક જ છે અને તેઓ ભેગા મળીને આદિવાસીની સંપત્તિ લૂંટી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati