AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Election: ગોવામાં ભાજપના તમામ 40 ઉમેદવારોની પરિણામો પહેલા મીટિંગ, આગળની રણનીતિ પર થશે ચર્ચા

ટીવી9/પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલના રૂઝાનો મુજબ જો વોટ શેયરની વાત કરીએ તો ભાજપને 36.6 ટકા, કોંગ્રેસને 28.4 ટકા, આમ આદમી પાર્ટી (AAP)ને 7.2 ટકા અને અન્ય પાર્ટીઓને 27.8 ટકા વોટ મળી શકે છે.

Goa Election: ગોવામાં ભાજપના તમામ 40 ઉમેદવારોની પરિણામો પહેલા મીટિંગ, આગળની રણનીતિ પર થશે ચર્ચા
Goa Chief Minister Pramod Sawant
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 6:20 PM
Share

ગોવા (Goa)ભાજપ (BJP)ના તમામ 40 ઉમેદવારોને પણજી (Panji)ની હોટલ વિવાંતામાં સાંજે 6 વાગ્યા બાદ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપ ચૂંટણી પરિણામો પછીની તૈયારી કરી રહી છે. પાર્ટી ચૂંટણી (Goa Assembly Election) બાદ ગઠબંધનને લઈ અહીં બેઠક કરવાનું છે, જેથી આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે. આ બેઠકમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત (Pramod Sawant), ગોવા ભાજપના નિરીક્ષકો અને પક્ષના અન્ય નેતાઓ હાજર રહેશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મતની ગણતરી આવતીકાલે એટલે કે ગુરૂવારે થવાની છે. ત્યારે તમામની નજર તેની પર અટકેલી છે.

એક્ઝિટ પોલના રૂઝાનો અનુસાર ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, કારણ કે રાજ્યમાં કોઈને બહુમતી મળતી દેખાઈ રહી નથી. ટીવી9/પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલના રૂઝાનો મુજબ જો વોટ શેયરની વાત કરીએ તો ભાજપને 36.6 ટકા, કોંગ્રેસને 28.4 ટકા, આમ આદમી પાર્ટી (AAP)ને 7.2 ટકા અને અન્ય પાર્ટીઓને 27.8 ટકા વોટ મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 17-19 સીટો મળી શકે છે. ત્યારે રૂઝાનોમાં કોંગ્રેસ (Congress) બીજા નંબરની પાર્ટી બની શકે છે, કોંગ્રેસને 11-13 સીટો મળવાનું અનુમાન છે.

પ્રમોદ સાંવતે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

ત્યારે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત એક્ઝિટ પોલમાં રાજ્યમાં ખંડિત જનાદેશના અંદાજના એક દિવસ પછી મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. સાવંતે વિધાનસભા ચૂંટણી જીતવા અને પ્રાદેશિક પક્ષોની મદદથી રાજ્યમાં આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોવામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવા મુખ્ય દળોની સાથે તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા, રાજ્યમાં ભાજપના કદાવર નેતા અને ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન રહેલા મનોહર પર્રિકરના નિધન બાદ વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી છે.

જણાવી દઈએ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 17 સીટ જીતવાની સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. ગોવાની 40 સીટોમાંથી ગઈ ટર્મમાં 17 સીટો કોંગ્રેસ, જ્યારે 13 સીટો ભાજપે જીતી હતી. તે છતાં ભાજપે સરકાર બનાવી હતી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામ આવે તે પહેલા સટ્ટાબજાર ગરમાયું, કરોડની કિંમતમાં લાગ્યો સટ્ટો

આ પણ વાંચો: Russia Ukraine War: ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">