AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Assembly Election: NCP ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, શિવસેના સાથે મળીને લડશે ચૂંટણી

NCPએ મંગળવારે કહ્યું કે પક્ષ ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી (Goa Assembly Elections 2022) માટે કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરશે નહીં. એનસીપીએ કહ્યું કે તે શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે.

Goa Assembly Election: NCP ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, શિવસેના સાથે મળીને લડશે ચૂંટણી
Sharad Pawar - Nationalist Congress Party
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 11:51 PM
Share

NCPએ મંગળવારે કહ્યું કે પક્ષ ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી (Goa Assembly Elections 2022) માટે કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરશે નહીં. એનસીપીએ કહ્યું કે તે શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર હશે જ્યારે એનસીપી અને શિવસેના ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે. એનસીપીના પ્રફુલ પટેલ અને શિવસેનાના સંજય રાઉત હાલમાં ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવા માટે ગોવામાં છે. બેઠક યોજીને બંને પક્ષો કોણ કેટલી બેઠકો પર એકસાથે ચૂંટણી લડશે તેની જાહેરાત કરી શકે છે. ગોવામાં મહારાષ્ટ્ર ગઠબંધન પ્રયોગનું પુનરાવર્તન કરવાનો વિચાર હતો, પરંતુ કોંગ્રેસે સંભવત આમ કરવાનો ઇનકાર કર્યો હતો, જેની પુષ્ટિ NCPએ મંગળવારે કરી હતી.

NCP નેતા પટેલે કહ્યું, ‘કોંગ્રેસ કહે છે કે તે ગોવામાં એકલા હાથે ચૂંટણી જીતી શકે છે.’ એનસીપી નેતાએ કહ્યું, “એનસીપી અને શિવસેનાની મદદ વિના, જો કોંગ્રેસ રાજ્યમાં પોતાના દમ પર વિધાનસભા ચૂંટણી લડે છે, તો તે એક પણ બેઠક મેળવી શકશે નહીં.”

નવાબ મલિકે રવિવારે આ વાત કહી

નોંધનીય છે કે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે સોમવારે કહ્યું હતું કે અમે ગોવામાં કોંગ્રેસ સાથે ચૂંટણી લડવા માગીએ છીએ પરંતુ કેટલાક સ્થાનિક નેતાઓના કારણે ગઠબંધન થઈ શક્યું નથી. 18 જાન્યુઆરીએ અમારા મહાસચિવ અને એક મંત્રી ગઠબંધન અંગે વાત કરવા ગોવા જશે. પરંતુ હવે એનસીપીએ જાહેરાત કરી છે કે તે ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.

2017માં કોને કેટલી સીટો મળી

જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે 36-36 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી કોંગ્રેસે 17 અને ભાજપે 13 સીટો પર જીત મેળવી હતી. બીજી તરફ, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) એ ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી અને ત્રણ બેઠકો જીતી હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) 34 બેઠકો પર ચૂંટણી લડી હતી, જોકે તેને માત્ર ત્રણ બેઠકો મળી હતી. આ સિવાય 3 બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં અને એક બેઠક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ખાતામાં ગઈ.

ગોવામાં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી

ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. નામાંકન 21 જાન્યુઆરીથી શરૂ થશે. 28 જાન્યુઆરી નામાંકન માટેની છેલ્લી તારીખ હશે. કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે આ વખતે કડક પ્રોટોકોલ તૈયાર કર્યા છે.

આ પણ વાંચો : Corona Vaccination: 15-18 વર્ષની વય જૂથના 50% થી વધુ બાળકોને રસી મળી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી

આ પણ વાંચો : Republic Day 2022: કોરોનાને કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યા ઓછી રાખવામાં આવી, માત્ર 5 થી 8 હજાર લોકો જ રાજપથ પર પહોંચી શકશે

Follow Us
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
g clip-path="url(#clip0_868_265)">