Baramati Election Result 2024: બારામતીમાં અજીત પવારની શાનદાર જીત, કાકાની પાર્ટીના ઉમેદવારની કારમી હાર
મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાની બારામતી વિધાનસભા બેઠક પર NCP ના અજીત પવાર અને શરદ પવાર જૂથના NCP SP યુગેન્દ્ર પવાર વચ્ચે જંગ જામ્યો હતો. અજિત પવાર બારામતીમાં જબરદસ્ત પકડ ધરાવે છે. અજીત પવારે બારામતીમાં બદલો લીધો છે. બારામતીમાં અજીત પવારે લોકસભાની ચૂંટણીનો બદલો લીધો છે.
મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાની બારામતી વિધાનસભા બેઠક પર NCP ના અજીત પવાર અને શરદ પવાર જૂથના NCP SP યુગેન્દ્ર પવાર વચ્ચે જંગ જામ્યો હતો. અજિત પવાર બારામતીમાં જબરદસ્ત પકડ ધરાવે છે. અજીત પવારે બારામતીમાં બદલો લીધો છે. બારામતીમાં અજીત પવારે લોકસભાની ચૂંટણીનો બદલો લીધો છે.
મહારાષ્ટ્રની બારામતી સીટ પરથી અજીત પવારની જંગી લીડથી વિજય થયો છે. જ્યારે NCP(શરદ પવાર)ના ઉમેદવાર યુગેન્દ્ર શ્રીનિવાસનો પરાજય થયો છે.
બારામતી પવાર પરિવારનો ગઢ છે !
1962થી કોંગ્રેસની બારામતી વિધાનસભા બેઠક પર NCPનું વર્ચસ્વ છે. 1962માં અહીંથી કોંગ્રેસના માલતીબાઈ શિરોલે જીત્યા હતા. આ પછી 1967માં શરદ પવારે આ સીટ જીતી હતી. ત્યારબાદ તેઓ 1990 સુધી સતત અહીંથી ધારાસભ્ય રહ્યા. શરદ પવારે 1991માં રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેમના ભત્રીજા અજિત પવાર બારામતીથી ચૂંટણી લડ્યા. અજિત પવાર પણ 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા.
બારામતીમાં અજિત પવારનો દબદબો
1999માં શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી. 1999ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે અજિત પવારને બારામતી વિધાનસભાથી ટિકિટ આપી હતી. અજિત પવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આ પછી, અજિત પવાર 2004, 2009, 2014 અને 2019 માં પણ સતત જીતી રહ્યા છે. જોકે, આ વખતે સમીકરણ બદલાયું છે.
આ વખતે સમીકરણ બદલાયું છે
પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાતી બારામતી બેઠક પર કાકા-ભત્રીજા વચ્ચે જંગ છે. એનસીપી તૂટ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. શરદ પવારના જૂથે યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે અજિત પવાર એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી છે.
અજિત પવારે 2019માં ભાજપને હરાવ્યું હતું. અજિત પવારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક જીતી હતી. તેમને કુલ 1,94,317 વોટ મળ્યા. જ્યારે તેમની સામે ઊભેલા ભાજપના ગોપીચંદ પડલકરને 30,376 વોટ મળ્યા હતા.