UGC NET પરીક્ષાનું પરિણામ જાહેર, ડાયરેક્ટ લિંક પરથી અહીં કરો ચેક
UGC NET Result Declared : આ વર્ષે યુજીસી નેટ પરીક્ષા 5 તબક્કામાં લેવામાં આવી હતી. તમામ તબક્કાના રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર એક સાથે જાહેર કરવામાં આવ્યા છે.

UGC NET Result 2023 : યુનિવર્સિટી અને કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે લેવાયેલી UGC NET પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021 અને જૂન 2022 ચક્ર માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in અથવા ntaresult.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે.
આ પણ વાંચો : UGC NET પરિણામ આજે જાહેર થશે, ugcnet.nta.nic.in પર આ રીતે તપાસો
યુજીસી નેટ 2023 ની પરીક્ષા આ વખતે 5 જુદા જુદા તબક્કામાં લેવામાં આવી હતી. આ વર્ષે કુલ 83 વિષયો માટે પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો નીચે આપેલા પગલાઓ પરથી પરિણામ ચકાસી શકે છે.
આ રીતે UGC NET Result ચેક કરો
- રિઝલ્ટ તપાસવા માટે પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
- વેબસાઈટના હોમ પેજ પરLatest News વિકલ્પ પર જાઓ.
- આગળના પેજ પર Check Resultની લિંક પર ક્લિક કરો.
- આ પછી Application Number અથવા DOB વડે લોગિન કરો.
- લોગીન પછી રિઝલ્ટ ખુલશે.
- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ આઉટ લો.
NTA will announce UGC-NET results by tomorrow. For details, you may please visit https://t.co/M3TNVmUeco
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 12, 2023
UGC NET Result 2023 Declared અહીં ડાયરેક્ટ લિન્કથી કરો ચેક
UGC NET ના તમામ પાંચ તબક્કાઓ અને વિષયોના પરિણામો ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા UGC NET પરિણામોની પુનઃ ચકાસણી અથવા પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવા માટે કોઈ વિન્ડો આપવામાં આવતી નથી.
આન્સર કી પહેલેથી જ જાહેર
NTA એ 7મી એપ્રિલ 2023ના રોજ જ UGC NETની અંતિમ આન્સર કી બહાર પાડી છે. 21 ફેબ્રુઆરીથી 16 માર્ચ વચ્ચે પાંચ તબક્કામાં યોજાયેલી આ પરીક્ષામાં 83 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે કુલ 8,34,537 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સામાન્ય કેટેગરી માટે લઘુત્તમ UGC NET 2023 લાયકાત ગુણ 40% છે, જ્યારે અનામત કેટેગરી માટે 35% છે.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…