AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET ડિસેમ્બર એક્ઝામ સિટી સ્લિપ ગમે ત્યારે પડશે બહાર, આ રીતે કરો ડાઉનલોડ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC NET 2023 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. વિષયવાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. UGC નેટની પરીક્ષા 6 ડિસેમ્બર 2023થી લેવાનારી છે. આ એક્ઝામ 14 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. આ વખતે 83 વિષયો માટે પરીક્ષા લેવામાં આવશે.

UGC NET ડિસેમ્બર એક્ઝામ સિટી સ્લિપ ગમે ત્યારે પડશે બહાર, આ રીતે કરો ડાઉનલોડ
Exam City Slip
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2023 | 12:26 PM
Share

યુનિવર્સિટી અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે યુજીસી નેટ પરીક્ષા લેવામાં આવે છે. ડિસેમ્બરમાં આવનારી UGC નેટ એક્ઝામની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પરીક્ષાને લગતી સિટી સ્લિપ જાહેર થવા જઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી કોઈપણ સમયે પરીક્ષા સિટી સ્લિપ જાહેર કરી શકાય છે.

જે ઉમેદવારોએ UGC NET ડિસેમ્બરની પરીક્ષા માટે અરજી કરી છે તેઓ UGC NET ugcnet.nta.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષા સિટી સ્લિપ ચકાસી શકે છે. એક્ઝામ સિટી સ્લિપના આધારે ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રની તપાસ કરી શકે છે. જો કે સિટી સ્લિપને એડમિટ કાર્ડ તરીકે ગણના થતી નથી. સ્લિપ જાહેર થયા પછી તમે તેને નીચે દર્શાવેલ રીતે ડાઉનલોડ કરી શકો છો.

યુજીસી નેટ સિટી સ્લિપ આ રીતે ચેક કરો

  • એક્ઝામ સિટી સ્લિપ તપાસવા માટે પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જવું.
  • વેબસાઇટના હોમ પેજ પર લેટેસ્ટ સૂચનાઓની લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે UGC NET પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલોડની લિંક પર જવું પડશે.
  • આગળના પેજ પર રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે લૉગિન કરો.
  • લોગ ઈન થયા બાદ પરીક્ષા શહેરની સ્લીપ જાહેર કરવામાં આવશે.
  • સિટી સ્લિપ તપાસો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

UGC નેટ પરીક્ષા ક્યારે લેવાશે?

UGC NET પરીક્ષા 6 ડિસેમ્બર 2023 થી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવશે. એક્ઝામ 14 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. આ વખતે 83 વિષયો માટે એક્ઝામ લેવામાં આવશે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) લેશે.

UGC NET પરીક્ષા એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર બહાર પાડવામાં આવશે. એડમિટ કાર્ડ જાહેર થયા પછી તમારે વેબસાઇટના હોમ પેજ પર સૂચનાના સેક્શનમાં જવું પડશે. રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની મદદથી એડમિટ કાર્ડ જાહેર કરી શકાય છે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">