NEET 2021 Answer Key : NEET પરીક્ષાની આન્સર કી ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો

નેશનલ એલિઝિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકશો.

NEET 2021 Answer Key : NEET પરીક્ષાની આન્સર કી ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો
NEET 2021 Answer Key
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 4:10 PM

NEET 2021 Answer Key : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં NEET પરીક્ષા (NEET 2021) ની આન્સર કી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, NEET 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાની આન્સર કી સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ આ વેબસાઇટની (Website) મુલાકાત લઈને જ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.

ઉમેદવારોએ પરીક્ષાની આન્સર કી (NEET Answer Key 2021) ડાઉનલોડ કરવા માટે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે. આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારોને તેના પર કોઈ સમસ્યા હોય તો તે અંગે પણ તક આપવામાં આવશે. જો આન્સર કીમાં કોઈ વાંધો જણાય તો ફાઈનલ આન્સર કી (Final Answer Key) જારી કરવામાં આવશે. વિદ્યાર્થીઓનું પરિણામ આખરી આન્સર કીના આધારે તૈયાર કરવામાં આવશે.

NEET આન્સર કી 2021 આ સ્ટેપ્સથી ડાઉનલોડ કરી શકશો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Step 1: ઉમેદવારોએ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ. Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી આન્સર કી લિંક પર ક્લિક કરો. Step 3: હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરો. Step 4: તમારી આન્સર કી સ્ક્રીન પર દેખાશે. Step 5: હવે તેને તપાસો અને ડાઉનલોડ કરો.

NEET UG ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવી હતી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ પર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ, આ વખતે વિદ્યાર્થીઓને 13 ભાષાઓમાં આ પરીક્ષા આપવાની સુવિધા આપવામાં આવી હતી. જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, આ વખતે કેન્દ્ર સરકારે NEET પરીક્ષાઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પરિણામ જાહેર કરવા અંગે કોઈ સતાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરિણામ બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: SBI Clerk Mains Admit Card 2021 : SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો:  GANDHINAGAR : આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">