AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ

આગામી તા.12-12-2021 ના રોજ યાજનારી GPSCની પરીક્ષાની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી.

GANDHINAGAR : આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ
The date of GPSC examination to be held on December 12 has been changed
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:04 PM
Share

GANDHINAGAR : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં જ આગામી ભરતી અને પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી 12 ડિસેમ્બરે GPSCની એક પરીક્ષા યોજાવાની હતી, જો કે હવે આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગઈકાલે આગામી ભરતી ટ્વીટ GPSC ના હેન્ડલ પરથી કરવામાં આવી હતી. જેને દિનેશ દાશાએ રિટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘તા.12/12/2021 લગ્ન માટેનું સારું મુહૂર્ત છે, ગઈ સાલ કોવિડના કારણે ઘણા લોકોના લગ્ન બંધ રહેલ અને આ વર્ષે ઘણા ઉમેદવારો કે તેમના રિલેટિવમાં આ દિવસે પણ લગ્ન હશે, તો એક રવિવાર પરીક્ષા પાછળ લેવામાં આવે તેવી વિનંતી’.

બાદમાં દિનેશ દાસાએ એમ પણ લખ્યું હતું કે, ‘આમ છતા નજીકની બીજી તારીખ ( પરીક્ષા માટે, લગ્ન માટે નહીં ) જોવડાવવાનો વિકલ્પ ખુલ્લો છે.’ બાદમાં આ ટ્વીટના સ્ક્રીનશોટ્સ ખુબ વાયરલ થયા હતા.

જો કે હવે આખરે આ પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. હવે 12-12-2021 ના બદલે આ પરીક્ષા 19-12-2021 ના રોજ લેવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા દિનેશ દાસાએ ટ્વીટ કરતા લખ્યું કે,

“અગત્યની જાહેરાત : ….અને જો કોઈએ ૧૨/૧૨ ના રોજ લગ્ન માટેનું મુહૂર્ત જોવડાવી લીધું હોય, વાડી-બેન્ડ વાજા બુક કરાવી રાખ્યા હોય તો ચિંતા કર્યા વગર પ્રસંગ હેમખેમ ઉજવવો. GPSC આવા ઉમેદવારોના પોંખણા ૧૯ તારીખે કરશે એટલે કે હવે આ પરીક્ષા ૧૯/૧૨/૨૧ ના રોજ યોજવામાં આવશે. સૌને શુભેચ્છાઓ..!!”

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01, એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

Follow Us
રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video
રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
g clip-path="url(#clip0_868_265)">