AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Education Day 2021 : શું તમે જાણો છો 11 નવેમ્બરને શા માટે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

શિક્ષણ ક્ષેત્ર પ્રત્યેના કલામના સમર્પણને ધ્યાનમાં રાખીને, 11 નવેમ્બર, 2008 ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

National Education Day 2021 : શું તમે જાણો છો 11 નવેમ્બરને શા માટે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Maulana Abul Kalam Azad (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 12:20 PM
Share

National Education Day 2021:  રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2008 થી દર વર્ષે 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ? આ દિવસ મૌલાના અબુલ કલામ આઝાદના (Maulana Abul Kalam Azad)સન્માન માટે સમર્પિત કરવામાં આવે છે.

આઝાદી બાદ કલામ દેશના પ્રથમ કેન્દ્રીય શિક્ષણ મંત્રી બન્યા હતા

કલામ આઝાદી પછી દેશના પ્રથમ કેન્દ્રીય શિક્ષણ મંત્રી હતા. કલામની જન્મજયંતિની યાદમાં દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. તેમણે 1947 થી 1958 સુધી સ્વતંત્ર ભારતના શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી.તમને જણાવી દઈએ કે, એક શિક્ષણશાસ્ત્રી, પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી કલામે ભારતના શિક્ષણ માળખાને (Education Pattern) સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કલામ કહેતા કે, આપણા સપના વિચારોમાં તબદીલ થાય છે અને વિચારોનું પરિણામ ક્રિયાઓમાં પરિણમે છે. કલામે દેશમાં શિક્ષણનું માળખું સુધારવાનું સપનું જોયું હતું અને તેમણે તેને સાકાર કરવાનો પ્રયાસ કર્યા હતા

 2008થી દર વર્ષ આ દિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

શિક્ષણ ક્ષેત્ર પ્રત્યેના તેમના સમૃદ્ધ સમર્પણને ધ્યાનમાં રાખીને, 11 નવેમ્બર, 2008 ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. મંત્રાલયે તેના નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે, “ભારતના આ મહાન સપૂતના ભારતમાં શિક્ષણના ઉદ્દેશ્યમાં આપેલા યોગદાનને યાદ કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. હવેથી દર વર્ષે 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ તરીકે ઉજવવામાં આવશે.”

રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ માટે શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ

કલામ કહેતા કે રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ માટે શિક્ષણ એ સૌથી મહત્વપૂર્ણ છે. શિક્ષણ મંત્રી(Education Minister)  તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભારતની પ્રથમ ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT ખડગપુર) સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર, પ્રથમ ભારતીય વિજ્ઞાન સંસ્થા ( IISc) જેવી કેટલીક મહત્વપૂર્ણ સંસ્થાઓની સ્થાપના કરી હતી.

મૌલાના અબુલ કલામ આઝાદ

મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 1888 માં સાઉદી અરેબિયાના (Saudi Arabia)મક્કામાં થયો હતો. તેઓ હંમેશા આગ્રહ કરતા હતા કે વિદ્યાર્થીઓ સર્જનાત્મક હોવા જોઈએ અને અલગ રીતે વિચારતા હોવા જોઈએ. તેમણે કહ્યું હતુ કે, “શિક્ષણવાદીઓએ વિદ્યાર્થીઓમાં પૂછપરછની ભાવના, સર્જનાત્મકતા, ઉદ્યોગસાહસિક અને નૈતિક નેતૃત્વની ક્ષમતાઓનું નિર્માણ કરવું જોઈએ અને તેમના આદર્શ બનવું જોઈએ.”

આ પણ વાંચો: આસામમાં છઠ પૂજાએ કરૂણાંતિકા, ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કરમાં 10 લોકોના કરૂણ મોત

આ પણ વાંચો: મેડિકલ સ્ટાફની બેદરકારીએ 11 દર્દીનો જીવ લીધો, અહેમદનગર સિવિલ હોસ્પિટલ અગ્નિકાંડ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">