આસામમાં છઠ પૂજાએ કરૂણાંતિકા, ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કરમાં 10 લોકોના કરૂણ મોત

આસામના કરીમગંજમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે, જેમાં 10 લોકોના મોત થયા છે. વાહનોની ટક્કર બાદ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું.

આસામમાં છઠ પૂજાએ કરૂણાંતિકા, ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કરમાં 10 લોકોના કરૂણ મોત
tragedy-kills-10-in-assam-rickshaw-collision-between-auto-rickshaw-and-truck

આસામ(Assam)ના કરીમગંજ(Karim Ganj)માં એક મોટો માર્ગ અકસ્માત(Road Accident) થયો છે. જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. અહીં સિમેન્ટ ભરેલી ટ્રક સાથે એક ઓટો રિક્ષાની જોરદાર ટક્કર થઈ હતી. જે બાદ 10 લોકોના મૃત્યુ થયાની માહિતી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોના ચહેરા પણ ઓળખમાં આવી રહ્યા નથી. જેના કારણે એક પણ મૃતકની ઓળખ થઇ શકી નથી.

અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં રોષ કહેવામાં આવી રહ્યું છે કે અડધી રાત્રે લોકો છઠ પૂજાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોડ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આસામ અને ત્રિપુરા રોડ બ્લોક કરી દીધો હતો. એક અંદાજ મુજબ મૃતકોમાં ચાના બગીચામાં કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.

સ્પીડમાં આવતા ટ્રકના કારણે અકસ્માત મળતી માહિતી મુજબ, ટ્રકની સ્પીડ ખૂબ જ ઝડપી હતી, જેના કારણે ઓટો રિક્ષામાં બેઠેલા લોકોના મોત થયા હતા. આ ઘટના ગુરુવારે વહેલી સવારે બૈથખાલ વિસ્તારમાં નેશનલ હાઈવે 8 પર બની હતી. આ સ્થળ આસામ-ત્રિપુરા બોર્ડર પરના કરીમગંજ જિલ્લાના પાથરકાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે સીધી ટક્કર બાદ આ અકસ્માત થયો હતો.

ટ્રક ચાલકની શોધખોળ શરૂ પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે ટ્રક ડ્રાઈવર ખતરનાક ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને તેથી વિરુદ્ધ દિશામાંથી આવતી ઓટો રિક્ષા સાથે અથડાઈ ગયો. તે સમયસર ટ્રક પર કાબુ મેળવી શક્યો ન હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો. તેને પકડવા માટે અમારું સર્ચ ઓપરેશન ચાલુ છે.

મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાહનોની ટક્કર બાદ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે કહ્યું, ‘અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. તે છઠ પૂજા કરીને ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. મૃતકોમાં ત્રણ પુરુષ, પાંચ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી

આ પણ વાંચોઃ વીરપુર ધામમાં જલારામ બાપાની જન્મજયંતિની ભક્તિભાવથી ઉજવણી, ભક્તોની ઉમટી ભીડ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati