Maharashtra: 1 ડિસેમ્બરથી સ્કૂલે જઈ શકશે 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓ, સરકારે ફરીથી ફિઝિક્લ કલાસને આપી મંજૂરી

હવે 1 ડિસેમ્બરથી તમામ સ્કૂલોને ફરીથી ખોલવામાં આવશે. બાળકો હવે ઘરમાંથી નીકળીને સ્કૂલોમાં ફિઝિકલ રીતે ક્લાસ અટેન્ડ કરી શકશે. મહારાષ્ટ્ર કેબિનેટે સ્કૂલ શિક્ષણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

Maharashtra: 1 ડિસેમ્બરથી સ્કૂલે જઈ શકશે 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓ, સરકારે ફરીથી ફિઝિક્લ કલાસને આપી મંજૂરી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:05 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર તમામ સ્કૂલો ખુલવા જઈ રહી છે. 1 ડિસેમ્બરથી રાજ્યની તમામ સ્કૂલોને ખોલવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવી છે. કોરોના સંક્રમણ (Corona Virus)ના કારણે છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ હતી. બાળકો માત્ર ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરી રહ્યા હતા પણ ઘટતા જતા કોરોના સંક્રમણના કેસોની વચ્ચે સરકારે ફરીથી સ્કૂલો ખોલવાની પરવાનગી આપી દીધી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હવે 1 ડિસેમ્બરથી તમામ સ્કૂલોને ફરીથી ખોલવામાં આવશે. બાળકો હવે ઘરમાંથી નીકળીને સ્કૂલોમાં ફિઝિકલ રીતે ક્લાસ અટેન્ડ કરી શકશે. મહારાષ્ટ્ર કેબિનેટે સ્કૂલ શિક્ષણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે ફિઝિકલ ક્લાસ માટે માત્ર ધોરણ 8થી 12 સુધીના કલાસને જ ખોલવાની મંજૂરી આપી હતી.

હવે 1 ડિસેમ્બરથી તમામ કલાસના બાળકો ફિઝિકલ ક્લાસ અટેન્ડ કરી શકશે. આ જાણકારી મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી છે. રાજેશ ટોપેએ બુધવારે કહ્યું હતું કે બાળકો માટે કોરોના ટાસ્ક ફોર્સે ધોરણ 1-7ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ સ્કૂલોમાં કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે.

માર્ચ 2020માં સ્કૂલો બંધ થઈ

મહારાષ્ટ્રમાં કોરોના મહામારીના કારણે માર્ચ 2020માં સ્કૂલોમાં ઓફલાઈન કલાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં સ્કૂલોમાં 12 જુલાઈથી ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી પણ ફરી કલાસ બંધ કરવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર સરકારે સ્કૂલો ખોલવાની પરવાનગી આપી દીધી છે. હવે 1 ડિસેમ્બરથી તમામ બાળકો સ્કૂલોમાં જઈ કલાસ ભરી શકશે પણ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

માતા પિતાએ કરી હતી ફરીથી સ્કૂલ ખોલવાની અપીલ

મુંબઈમાં ઘણા લોકોએ સ્કૂલોને ફરીથી ખોલવાની અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે કોરોનાના કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેથી ફરીથી સ્કૂલો ખોલી દેવામાં આવે. બાળકોના માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ અને અસરના પ્રભાવ વિશે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. આ અરજી પર 1,800થી વધારે લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : દરિયાપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર ચેકીંગ દરમિયાન પથ્થરમારો

આ પણ વાંચો: Sameer Wankhede Case : શું તમને આ બધુ શોભે છે ? બોમ્બે હાઈકોર્ટ નવાબ મલિકને લગાવી ફટકાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">