Ahmedabad : દરિયાપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર ચેકીંગ દરમિયાન પથ્થરમારો
ટોરેન્ટ પાવરની રેઇડ બાદ થયેલા ઘર્ષણની સ્થિતિને થાળે પાડવા માટે ઘટનાસ્થળ પર મોટીમાત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ વિસ્તારના મોટા ભાગના પોલીસ સ્ટેશના પીઆઇથી લઈ સ્ટાફ દરિયાપુર તંબુ ચોકીની આસપાસના વિસ્તારના ગોઠવી દેવામાં આવ્યો હતો.
દરિયાપુરની બે જેટલી પોળમાં વીજ ચોરીને લઈને ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસનું મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન પથ્થરમારો થતા તંગદિલી ફેલાઈ. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ કાબુમાં લીધી.પોલીસે પથ્થરમારો અને વીજ ચોરીને લઈને ફરિયાદની કાર્યવાહી શરૂ કરી.પરંતુ પુન રેડ કરવા પોલીસ પાછી પાની કરી.
દરિયાપુરની નગિના પોળમા ગેરકાયદેસર વીજ જોડાણને મેગા સર્ચ ઓપરેશન કરીને રેડ કરવામાં આવી.. આ રેડમાં 200 જેટલા પોલીસ કર્મીઓ અને 150 જેટલા ટોરેન્ટ પાવર કંપનીના કર્મીઓ આ જોડાયા હતા. નગીના પોળમાં મોટાપાયે ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાની માહિતીના આધારે પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિકો દ્વારા ધાબા પરથી ટોરેન્ટ પાવર કંપનીની ટિમ અને પોલીસ કર્મીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના પગલે વાતવરણ તંગ બની ગયું હતું.જેમાં લગભગ 14 જેટલા ટોરેન્ટ કંપની કર્મચારી ઇજા પહોંચી હતી.
ટોરેન્ટ પાવરની રેઇડ બાદ થયેલા ઘર્ષણની સ્થિતિને થાળે પાડવા માટે ઘટનાસ્થળ પર મોટીમાત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ વિસ્તારના મોટા ભાગના પોલીસ સ્ટેશના પીઆઇથી લઈ સ્ટાફ દરિયાપુર તંબુ ચોકીની આસપાસના વિસ્તારના ગોઠવી દેવામાં આવ્યો હતો. એક સમયે વિસ્તારનો માહોલ જોતા એવું લાગી આવતું હતું કે જાણે કે કોમી રમખાણ કે પછી હુલ્લડ થયું તેવા દૃશ્યો સર્જાઈ ગયા હતા. મહત્વનું છે શહેરના કોટ વિસ્તારમાં ઘણાંખરાં એવા વિસ્તારો છે. જેમાં હાલની તારીખમાં પણ ગેરકાયદેસર વિજ જોડાણ કરવામાં આવે છે.
ચોરી ઉપરસે સીના જોરી જેવું કારસ્તાન આજે દરિયાપુરની નગીના ની પોળમાં જોવા મળ્યું હતું જેમાં ટોરેન્ટ પાવરની ટીમ ગેરકાયદેસર વીજ જોડાણનું ચેકીંગ કરવા પહોંચી હતી. પરંતુ તેઓની ઉપર સ્થાનિકો દ્વારા ધાબા પરથી પથ્થર નો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં 14 થી વધુ ટોરેન્ટ પાવરના કર્મીઓ ઘાયલ થયા હતા. મામલો તંગ બની જતા સ્થાનિક આગેવાનો અને નેતાઓ સમજાવટ માટે વચ્ચે પડ્યા હતા પરંતુ સ્થાનિકો એક ના બે ન હતા થયા અને ટોરેન્ટ પાવરની દરોડાની કામગીરી કરવાં દેવામાં આવી ન હતી. જેના કારણે પોલીસે પાછી પાની કરી રેડ ન કરી. તેવામાં વીજ ચોરી કરનારા શખ્સો બધું સગેવગે કરી દેતા જ વીજચોરી કરનારા પકડાશે નહિ તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. જેમાં અસામાજિક તત્વો ધાબા પર થી પથ્થરમારો કર્યો હતો.