AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીના માતા પિતાએ આપી સરપ્રાઈઝ પાર્ટી, જુઓ વીડિયો

કર્ણાટકના બાગલકોટથી એક અનોખો બનાવ સામે આવ્યો છે. ધોરણ 1૦માં નાપાસ થવા બદલ છોકરાને ઠપકો આપવાને બદલે, તેના માતા-પિતાએ છોકરા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું. અભિષેક નામના આ વિદ્યાર્થીએ 625 માંથી ફક્ત 200 માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ પરિવારે તેની મહેનતની પ્રશંસા કરી અને કેક કાપી અને મીઠાઈ વહેંચી હતી. આ બનાવનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીના માતા પિતાએ આપી સરપ્રાઈઝ પાર્ટી, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2025 | 5:45 PM
Share

ઘણીવાર, જ્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આવે છે, ત્યારે દરેક બાળક નાપાસ થવાના વિચારથી ડરે છે. જો તેને ઓછા માર્ક્સ મળશે, તો તે તેના માતાપિતાને કે શિક્ષકનો સામનો કેવી રીતે કરશે અને પડોશીઓ, મિત્રો તેમજ સંબંધીઓ તેને મ્હેણા ટોણા મારશે એ તો પાછા અલગ. આથી જ બોર્ડનુ પરિણામ હોય છે ત્યારે ઓછા માર્ક્સ મળશે, નાપાસ થશે એવો ખૂબ ડર વિદ્યાર્થીને હોય છે. આવી સ્થિતિમાં, મોટા ભાગે, જો કોઈ બાળક ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય છે, તો તેને ચોક્કસપણે ઘરે થોડા ઘણા ઠપકાનો સામનો કરવો પડતો હોય છે.

તમે અગાઉ એવુ ઘણીવાર સાંભળ્યું હશે કે, બોર્ડની પરિક્ષામાં નાપાસ થનારા માતા-પિતાએ બાળકને ઠપકો આપ્યો, કેટલીક પાબંદીઓ લાદી કે માર માર્યો. પરંતુ કર્ણાટકમાં આનાથી સાવ ઉલટો જ કિસ્સો બન્યો છે. ધોરણ 10 બોર્ડની પરિક્ષામાં નાપાસ થયેલા એક બાળકના પરિવારે એવું કંઈક કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને નાપાસ થતા વિદ્યાર્થીઓના માતા પિતાને આમાથી બોધપાઠ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

બોર્ડની પરીક્ષામાં નાપાસ થવા પર સરપ્રાઈઝ પાર્ટી !

કર્ણાટકના બાગલકોટમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જેમાં, 10મા બોર્ડની પરીક્ષામાં બધા વિષયોમાં નાપાસ થવા છતાં, એક છોકરાના માતા-પિતાએ તેને ઠપકો આપવાનું તો દૂર, તેની નાપાસ થવા પર પાર્ટી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ, એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા અભિષેક નામના આ છોકરાએ ધોરણ 10મા, બોર્ડની પરીક્ષામાં 625 માંથી ફક્ત 200 ગુણ મેળવ્યા હતા. આ વિદ્યાર્થી એક પણ વિષય પાસ કરી શક્યો નહીં અને તેની પરીક્ષામાં ફક્ત 32 ટકા માર્ક્સ મેળવ્યા.

આ માટે તેને ઠપકો આપવાને બદલે, પરિવારના સભ્યોએ કેક અને મીઠાઈઓ મંગાવી અને ઘરે એક નાની પાર્ટી યોજી. તેઓએ કહ્યું કે અભિષેકે ખૂબ જ મહેનત કરી છે અને પેપર પણ પ્રામાણિકપણે આપ્યું છે. તેથી, તેઓ તેની મહેનત અને પ્રયત્નોની પ્રશંસા કરવા માંગતા હતા, અને પરિણામથી નિરાશ થયા પછી તેને ઠપકો આપવા માંગતા ન હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

અભિષેકના પિતાએ કહ્યું, ‘અમે ઇચ્છતા હતા કે તે નાપાસ થવા છતા નિરાશ ના થાય, પરંતુ આગામી વર્ષે તે આનાથી પણ વધુ સારું કરે.’ માતા પિતાએ સરપ્રાઈઝ ગીફ્ટ પાર્ટીને લઈને અભિષેકનું મનોબળ વધ્યું અને તેણે વચન આપ્યું કે, ‘આવતા વર્ષે હું બધા વિષયોમાં પાસ થશે.’

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">