આ રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવાશે, આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે નિયમો
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ કામચલાઉ સમયપત્રક મુજબ ધોરણ 12ની પહેલી પરીક્ષા 1 થી 25 માર્ચની વચ્ચે લેવામાં આવશે. બીજી પરીક્ષા 15 મે અને 5 જૂન વચ્ચે લેવામાં આવશે, જ્યારે ત્રીજી પરીક્ષા 12 અને 30 જુલાઈના રોજ લેવામાં આવશે. ધોરણ 10 માટે પ્રથમ પરીક્ષા 30 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે લેવામાં આવશે.

આ શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને 12 ની ત્રણ વખત વાર્ષિક પરીક્ષાઓ (Board Exam) લેવાશે. આ આદેશ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે લાગુ પડશે. આ આદેશ સરકાર દ્વારા પરીક્ષામાં સુધારો, વિદ્યાર્થીઓને (Students) રેગ્યુલર કરવા માટે અને બંને વર્ગ સ્તરોમાં વિદ્યાર્થીઓના એકંદર પ્રદર્શનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે ગુરુવારે આ આદેશ જાહેર કર્યો છે.
3 વાર્ષિક પરીક્ષાઓ લેવાની મંજૂરી આપવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કર્ણાટક રાજ્ય પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડને SSLC 10મી અને બીજી PUC 12મી માટે કુલ ત્રણ વાર્ષિક પરીક્ષાઓ લેવાની મંજૂરી આપવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કર્ણાટક શિક્ષણ વિભાગ ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાના ખ્યાલને દૂર કરશે. જે વિદ્યાર્થીના ગુણ ત્રણેય વાર્ષિક પરીક્ષાઓમાં સારા હશે તેને ગણવામાં આવશે.
વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી ફરજિયાત
સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાતપણે 75 ટકા હોવી જોઈએ. જે વિદ્યાર્થીની હાજરી પૂરતી ન હોય તેને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
પરીક્ષા 1 થી 25 માર્ચની વચ્ચે લેવામાં આવશે
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ કામચલાઉ સમયપત્રક મુજબ ધોરણ 12ની પહેલી પરીક્ષા 1 થી 25 માર્ચની વચ્ચે લેવામાં આવશે. બીજી પરીક્ષા 15 મે અને 5 જૂન વચ્ચે લેવામાં આવશે, જ્યારે ત્રીજી પરીક્ષા 12 અને 30 જુલાઈના રોજ લેવામાં આવશે. ધોરણ 10 માટે પ્રથમ પરીક્ષા 30 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે, દ્વિતીય પરીક્ષા 12 થી 18 જૂન અને ત્રીજી પરીક્ષા 29 જુલાઈથી 5 ઓગસ્ટની વચ્ચે લેવામાં આવશે.
આ પણ વાંચો : CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 10 ધોરણ પાસ વિદ્યાર્થીનીઓ કરી શકે છે અરજી
તમને જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષામાં નવા સુધારાનો હેતુ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને ત્રીજી પરીક્ષામાં મેળવેલ બેસ્ટ સ્કોર જાળવી રાખવા અને બોર્ડની પરીક્ષામાં સુધારો કરવાનો વધુ તક આપવા માટે કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે.
શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો