IIM અમદાવાદે MBA પ્રવેશ માટે સુધારેલા માપદંડની જાહેરાત કરી

|

Jan 19, 2022 | 3:45 PM

આ સ્કોરની ગણતરી માટે સુધારેલા ફોર્મ્યુલાની IIM અમદાવાદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શોર્ટલિસ્ટિંગ માટે જે ગ્રેજ્યુએશન ડિગ્રીના માર્ક્સની જરુરિયાત હતી તે હવે હટાવી દેવામાં આવી છે.

IIM અમદાવાદે MBA પ્રવેશ માટે સુધારેલા માપદંડની જાહેરાત કરી
IIM Ahmedabad (File Photo)

Follow us on

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (Post Graduation Program)ની 2022-24 બેચમાં પ્રવેશ માટે એકેડેમિક રેટિંગ સ્કોર (Academic rating score)ની ગણતરી માટે ફોર્મ્યુલામાં બદલાવ કર્યો છે.

એકેડેમિક રેટિંગમાં ફેરફાર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામની 2022-24 બેચમાં પ્રવેશ માટે હવે એકેડેમિક રેટિંગમાં થોડા ફેરબદલ કરવામાં આવ્યા છે. આ સ્કોરની ગણતરી માટે સુધારેલા ફોર્મ્યુલાની IIM અમદાવાદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શોર્ટલિસ્ટિંગ માટે જે ગ્રેજ્યુએશન ડિગ્રીના માર્ક્સની જરુરિયાત હતી તે હવે હટાવી દેવામાં આવી છે. તેના સ્થાને હવે વર્ગ 10, વર્ગ 12ની બોર્ડ પરીક્ષાઓમાં અને તેમના કામના અનુભવના આધારે ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણને ધ્યાનમાં લઈને ગણતરી કરવામાં આવશે.

આ કારણથી કરાયો બદલાવ

કોવિડ-19 ને કારણે ઘણી યુનિવર્સિટીઓ છેલ્લા બે વર્ષમાં પરીક્ષાઓ યોજી શકી ન હતી અને વૈકલ્પિક માપદંડોના આધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું પડ્યું હતું તે ધ્યાનમાં લેતા, કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2021 સમિતિએ ઉમેદવારોને લઘુત્તમ ટકાવારીની જરૂર વગર પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેમનીIIM અમદાવાદનું નિવેદન

IIM અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે “ IIM અમદાવાદની પ્રવેશ સમિતિએ શોર્ટલિસ્ટિંગ માપદંડમાંથી સ્નાતકની ડિગ્રી ઘટકને દૂર કરવાનો અને તેને તમામ ઉમેદવારો પર એકસરખી રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો. હવે એકેડેમિક રેટિંગની ગણતરી 25 ના સ્કેલ પર કરવામાં આવશે (વર્ગ 10મા માર્કસ, 12મા ધોરણના માર્કસ અને ઉમેદવારના કામના અનુભવને ધ્યાનમાં રાખીને) અને પોઈન્ટને 35 પર પ્રો-રેટ કરવામાં આવશે,”

IIM અમદાવાદ હવે કમ્પોઝિટ સ્કોર (CS)ની ગણતરી માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશે

CS = 0.35 x (પ્રો-રેટેડ AR સ્કોર/35) + 0.65 x (સામાન્ય એકંદર CAT સ્કોર)

જ્યાં, પ્રો-રેટેડ AR સ્કોર= [(એઆર સ્કોર બેચલર ડિગ્રી માટે 0 પોઈન્ટ લઈને ગણતરી કરવામાં આવે છે)/25] x 35

સંસ્થાએ 2022-24 પ્રવેશ માટે CAT કટ-ઓફ અને અન્ય વિગતો પણ જાહેર કરી છે. વધુ માહિતી માટે iima.ac.in ની મુલાકાત લો.

આ પણ વાંચોઃ કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે

આ પણ વાંચોઃ બહારથી જમવાનું મંગાવતા પહેલાં ચેતજોઃ અમદાવાદના પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર!

Next Article