AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGNOU Admission 2021 : જુલાઈથી શરૂ થતા સત્ર માટે ઇગ્નુમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ રીતે કરો ઓનલાઈન એપ્લીકેશન

IGNOU Admission 2021 માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને પણ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે જુલાઈ સત્ર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2021 છે.

IGNOU Admission 2021 : જુલાઈથી શરૂ થતા સત્ર માટે ઇગ્નુમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ રીતે કરો ઓનલાઈન એપ્લીકેશન
સાંકેતિક તસ્વીર
| Updated on: Jun 11, 2021 | 11:05 PM
Share

IGNOU Admission 2021 : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University, IGNOU) એ જુલાઈથી શરૂ થતા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓ આજથી એટલે કે 11 જૂન 2021થી ઇગ્નુના વવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી કરી શકે છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઇગ્નુની સત્તાવાર વેબસાઈટ  https://ignouadmission.samarth.edu.in/ પર જઈને લોગ ઇન કરીને ઓનલાઈન એપ્લીકેશન કરી શકે છે.

આ સિવાય IGNOU Admission 2021 માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને પણ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે જુલાઈ સત્ર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2021 છે.

IGNOU Admission 2021 : આ રીત કરો ઓનલાઈન એપ્લીકેશન

1)ઇગ્નૂમાં જુલાઇ સત્ર માટે વિવિધ અભ્યાસક્રમો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઇગ્નુની સત્તાવાર વેબસાઇટ www.ignou.ac.in/ ની મુલાકાત લેવી જરૂરી છે. ત્યાર બાદ વેબસાઈટના હોમપેજ પર ‘એલર્ટ’ વિભાગ પર જાઓ.

2) હોમ પેજ પર “Online Admission Portal Links for July 2021 Session, last date is 15th July 2021” લિંક પર ક્લિક કરો. હવે ઉમેદવારે લોગઇનમાં દેખાતા નવા નોંધણી ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

3)પછી નોંધણીની જરૂરી વિગતો ભરો. હવે તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગઇન કરો અને IGNOU Admission 2021 ના જુલાઈ સત્ર માટે એપ્લિકેશન ફોર્મ ભરો.

4) ત્યારબાદ IGNOU Admission 2021 ના જુલાઈ સત્ર માટે રજીસ્ટ્રેશન માટે ચુકવણી કરો. આ પછી, ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ તેને સાચવી રાખવું.

આ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ઇગ્નુના જુલાઈ સત્રમાં ઓનલાઈન એપ્લીકેશન અને રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે નીચેના મુજબના ડોક્યુમેન્ટ સ્કેન કરેલા તૌયાર રાખવા જરૂરી છે.

1. પાસપોર્ટ ફોટો. (100 KB થી ઓછું) 2.જન્મનું પ્રમાણપત્ર. (200 KB થી ઓછું) 3.શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર. (200 KB થી ઓછું) 4.અનુભવનું પ્રમાણપત્ર, જો હોય તો. (200 KB થી ઓછું) 5. જાતિનું પ્રમાણપત્ર (200 KB થી ઓછું) 6.ગરીબી રેખાથી નીચેના ઉમેદવારો માટે BPL રેશનકાર્ડ (200 KB થી ઓછું)

ઇગ્નૂએ જાહેર કરેલા નોટીફીકેશન મુજબ, જુલાઈ સત્ર માટે, એસસી / એસટી વિદ્યાર્થીઓને ફક્ત એક જ અભ્યાસક્રમ માટે ફીમાં મુક્તિ આપી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક કરતા વધારે અભ્યાસક્રમ માટે ફી માફીની માંગ કરે છે, તો તેનું અરજી ફોર્મ નામંજૂર થઈ શકે છે.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">