આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ થશે જાહેર, રીઝલ્ટ જોવા જાહેર કરાયો વોટ્સએપ નંબર
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ સવારે 9 વાગ્યે શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. પરિણામ જોવા માટે શિક્ષણ બોર્ડે આ વર્ષે વોટસએપ નંબર પણ જાહેર કર્યો છે.
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે સવારે 9 વાગ્યે શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપેલા 1.26 લાખ વિદ્યાર્થીઓ 6357300971 વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જાણી શકશે.
આ પણ વાંચો : Gujarat Education News : ગુજરાતમાં RTE એડમિશન માટે 96,707 અરજીઓ, જાણો ક્યારે શરૂ થશે એડમિશન?
વિજ્ઞાન પ્રવાહના સવા લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા
ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.
એપ્રિલમાં લેવામાં આવી હતી ગુજકેટની પરીક્ષા
રાજ્યમાં 3 એપ્રિલના રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષા આપી હતી.
પરીક્ષામાં 120 મિનીટનો સમય આપવામાં આવ્યો હતો
ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત હતુ, એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના આમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. OMR આન્સર સીટ પણ 80 પ્રત્યુત્તર માટેની રાખવામાં આવી હતી. આ સાથે જ, જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રાખવામાં આવ્યા હતા. જે માટેની OMR આન્સર સીટ પણ અલગ આપવામાં આવી હતી, એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંદાજે સવા લાખથી વધુ વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…