GSEB 12th science Results 2023 live : Gujarat Board 12 સાયન્સનું રિઝલ્ટ ગયા વખતની સરખામણીએ ઓછું, ઓવર ઓલ 66 % રિઝલ્ટ થયું જાહેર
GSEB 12th science Results 2023 live updates : સાયન્સ સ્ટ્રીમનું રિઝલ્ટ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમના રોલ નંબર દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે.
Gujarat Board 12th Science Result 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડે 12મા વિજ્ઞાન પ્રવાહ (Gujarat Board 12th Result 2023) નું પરિણામ જાહેર કર્યું છે. સાયન્સ ક્લાસનું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. 12માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 65.58% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓ તેમના બોર્ડ પરીક્ષાના રોલ નંબરનો ઉપયોગ કરીને તેમનું પરિણામ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓ તેમનું રિઝલ્ટ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે. બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarati Video : સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી સારુ પરિણામ આવ્યુ, વિદ્યાર્થીઓ ગરબા રમી ખુશી વ્યક્ત કરી
ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો આ વખતે રિઝલ્ટ ઓછું આવ્યું છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ 72 ટકા આવ્યું હતું જ્યારે આ વખતનું રિઝલ્ટ 66 ટકા જાહેર થયું છે. જેથી કહી શકાય કે આ વર્ષે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ 06 % ઓછું આવ્યું છે. આ સાથે જ સિરામીક સિટી તરીકે ઓળખાતો મોરબી જિલ્લો આ વર્ષે 83.22 % પ્રથમ સ્થાને આવ્યો છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યું છે. 90. 41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર હળવદ બન્યું છે. આ સાથે જ રાજકોટમાં 82 % જેટલું પરિણામ આવ્યું છે.
Breaking News :ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર#EducationNews #GujaratNews #gujaratboardresult #std12scienceresult #12scienceresulthttps://t.co/kpWCFfyO5P
— Tv9 Gujarati (@tv9gujarati) May 2, 2023
ગયા વર્ષે આ રિઝલ્ટ હતું
ગયા વર્ષે રિઝલ્ટમાં સૌથી વધુ પરિણામ મેળવનારો જિલ્લો રાજકોટ હતો. રાજકોટમાં 85.78 ટકા પરિણામ આવ્યું હતું તેમજ જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું હતું. દાહોદ જિલ્લામાં 40.19 ટકા પરિણામ આવ્યું હતું. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 64 હતી. લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું હતું.
આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. તેમજ હિન્દી 1st લેંગ્વેજનું 100 ટકા રિઝલ્ટ જાહેર થયું છે.
વોટ્સએપ દ્વારા ચેક કરો રિઝલ્ટ
ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત આ વર્ષે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ તેમના પરિણામો જોઈ શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર વોટ્સએપ દ્વારા 6357300971 પર મોકલવાનો રહેશે.
જ્યારે 2022 માં ગુજરાત બોર્ડ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની એકંદર પાસ ટકાવારી 72.02% હતી. પરિણામ 12 મે 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રુપ Aની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 78.40% હતી અને ગ્રુપ Bની પરીક્ષા 68.58% નોંધાઈ હતી.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…