AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB 12th General Stream Result 2025 Declared : ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા આવ્યુ

ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ પર પોતાનું પરિણામ ચકાસી શકે છે. આ સાથે જ વોટ્સએપ નંબર  63573 00971 પર બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમના પરિણામ જાહેર થઇ ગયા છે. 

GSEB 12th General Stream Result 2025 Declared : ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા આવ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2025 | 11:15 AM
Share

ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા આવ્યુ છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ પર પોતાનું પરિણામ ચકાસી શકે છે. આ સાથે જ વોટ્સએપ નંબર  63573 00971 પર બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમના પરિણામ જાહેર થઇ ગયા છે.

ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ

ગુજરાતમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા 516 કેન્દ્ર પર લેવામાં આવી હતી. 3 લાખ 62 હજાર 506 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 3, 37 હજાર જેટલા વિદ્યાર્થી પાસ થયા છે. આ સાથે જ સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. જેમાંથી 90.78 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. તો 95.23 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 93.07 ટકા આવ્યુ છે. તો અંગ્રેજી માધ્યમનું 93.97 ટકા પરિણામ આવ્યુ છે. જે ગયા વર્ષના 91.93% કરતા 1.14% વધારે છે.

બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાને

રાજ્યમાં 2005 શાળાઓએ 100% પરિણામ આપ્યું છે, જ્યારે માત્ર 21 શાળાઓનું પરિણામ 10% થી ઓછું રહ્યું છે. વિદ્યાર્થીઓમાં 90.78% અને વિદ્યાર્થીનીઓમાં 95.23% પરિણામ નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ 97.20% પરિણામ સાથે પહેલા ક્રમે રહ્યો, જ્યારે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 87.77% રહ્યું.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લોએ સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દાહોદ અને વડોદરા જિલ્લાઓમાં સૌથી ઓછું 87.77% પરિણામ નોંધાયું. સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર કેન્દ્રોએ 100% પરિણામ સાથે શ્રેષ્ઠતા દર્શાવી, જ્યારે ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ આવ્યું.

રાજ્યની 2005 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 21 શાળાઓનું પરિણામ 10%થી પણ ઓછું રહ્યું. વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 90.78% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.23% રહ્યું, જેથી વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતા 4.45% વધુ પરિણામ આવ્યુ છે.

ગુજરાત રાજ્ય ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત ધોરણ 12માં કુલ 24,107 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 22,897 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આમાંથી 12,746 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું કુલ પરિણામ 55.67% રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં ઉતીર્ણ ન થયેલા અને પુનરાવૃત્તિ ઉમેદવાર તરીકે નોંધાયેલા 8,317 વિદ્યાર્થીઓમાંથી 7,878 પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાથી 3,369 ઉમેદવારો સફળ રહ્યા છે. પુનરાવૃત્તિ ઉમેદવારોનું પરિણામ 42.76% નોંધાયું છે.

સમાચાર અપડેટ થઇ રહ્યા છે…

દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
g clip-path="url(#clip0_868_265)">