EXAM : ઓલ ગુજરાત વાલીમંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂનમાં યોજવા સીએમને લખ્યો પત્ર

દેશ અને રાજયમાં CORONAના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને ધોરણ 10 અને 12ની GUJARAT BOARDની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

EXAM : ઓલ ગુજરાત વાલીમંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂનમાં યોજવા સીએમને લખ્યો પત્ર
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 2:32 PM

દેશ અને રાજયમાં CORONAના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને ધોરણ 10 અને 12ની GUJARAT BOARDની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે CORONA કેસો ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. જેને લઇને ALL GUJARAT વાલીમંડળે CM RUPANAIને પરીક્ષા JUNE મહિનામાં લેવા પત્ર લખ્યો છે.તથા 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને MASS પ્રમોશન આપવા પણ રજૂઆત કરી છે.

ALL GUJARAT વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી VIJAY RUPANIને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ GOVERNMENT કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં SCHOOLની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને MASS પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા MAY મહિનામાં નહિ પરંતુ JUNE મહિનામાં લેવામાં આવે. નવું વર્ષ પણ JUNE મહિનાથી શરૂ થશે. અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ભણતર પૂરા દિવસો ના મળી રહે, તેથી તાત્કાલિક MASS પ્રમોશનની જાહેરાત કરવાની માગણી કરવામાં આવી છે.

10 MAY થી શરૂ થશે ધો.10 અને 12ની પરીક્ષા GUJARAT બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 10મી MAYથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 25મી MAY સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 10ની EXAM સવારના 10 વાગ્યાથી બપોરના 3:15નો રહેશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો આ પહેલાં CORONA મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો, જેને પગલે STUDENTS હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 SCIENCE પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટર્નલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.

STD-12 સાયન્સના પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ યથાવત જ્યારે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટર્નલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફત તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મૂકવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">