JEE Mainની Exam સમયસર યોજાશે, બોમ્બે હાઈકોર્ટે પરીક્ષા મોકૂફ કરવાનો કર્યો છે ઈન્કાર

કાર્યકર્તા અનુભા શ્રીવાસ્તવ સહાયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, JEE Main અને 12માની પ્રેક્ટિકલ પરીક્ષા સાથે લેવામાં આવે છે.

JEE Mainની Exam સમયસર યોજાશે, બોમ્બે હાઈકોર્ટે પરીક્ષા મોકૂફ કરવાનો કર્યો છે ઈન્કાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 11:15 AM

JEE Main 2023 Exam Date : બોમ્બે હાઈકોર્ટે JEE મેઈન પરીક્ષાને લઈને પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પરીક્ષા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો છે. Bombay HC કહ્યું છે કે, પરીક્ષામાં વિલંબથી વધુ મુશ્કેલી થશે. આવી સ્થિતિમાં JEE મેઇન 2023 નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખો પર લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે JEE મેઈનની પરીક્ષા 2 સેશનમાં લેવામાં આવશે. પ્રથમ સત્રની પરીક્ષા 24 જાન્યુઆરી 2023થી શરૂ થવા જઈ રહી છે.

બોમ્બે હાઈકોર્ટ JEE મેઈનની પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. કાર્યકર્તા અનુભા શ્રીવાસ્તવ સહાયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જાન્યુઆરીમાં JEE મેન્સ અને ધોરણ 12 પ્રેક્ટિકલ એકસાથે લેવામાં આવી રહ્યા છે. આ સાથે NDA SSB ઇન્ટરવ્યુ પણ JEE Mains સાથે 23 જાન્યુઆરી અને 27 જાન્યુઆરી 2023 ના રોજ ટકરાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બોમ્બે હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો

કાર્યકર્તા અનુભા શ્રીવાસ્તવ સહાય દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આ અરજી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. JEE Mains Exam NTA દ્વારા આયોજિત કરવામાં આવે છે. સહાયે દાવો કર્યો કે, જાન્યુઆરીમાં ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને Viva વગેરે હશે. JEE Mainsની પરીક્ષા સાથે આ પરીક્ષાઓના ટકરાવને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ જશે.

JEE મુખ્ય પરીક્ષા બે સત્રમાં યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડર મુજબ દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની JEE મુખ્ય પરીક્ષા આ વર્ષે બે સત્રોમાં લેવામાં આવશે. પ્રથમ સત્ર જાન્યુઆરી 2023માં અને બીજું સત્ર એપ્રિલમાં યોજાશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં પરીક્ષા આપી શકતા નથી તેઓ એપ્રિલમાં પરીક્ષા આપી શકે છે.

JEE Mains પરીક્ષા માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આમાં અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2023 છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી, તેઓ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને અરજી કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">