AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રેજ્યુએટ યુવાનો માટે ખુશખબર: 21 થી 30 વર્ષના ઉમેદવારો માટે કેન્દ્ર સરકારે બહાર પાડી મોટી ભરતીની જાહેરાત!

કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળની સરકારી કંપનીમાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) એ પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જાણો આ ભરતી વિશે.

ગ્રેજ્યુએટ યુવાનો માટે ખુશખબર: 21 થી 30 વર્ષના ઉમેદવારો માટે કેન્દ્ર સરકારે બહાર પાડી મોટી ભરતીની જાહેરાત!
| Updated on: Nov 12, 2025 | 10:03 PM
Share

એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) એ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળની કંપની છે. પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર, કુલ 30 PO પદ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ -main.ecgc.in ની સર્ચ કરવું પડશે.

ECGC દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિફિકેશન મુજબ, પ્રોબેશનરી ઓફિસર ભરતી (ECGC PO Recruitment 2025) માટે અરજી પ્રક્રિયા 11 નવેમ્બર, 2025 થી શરૂ થશે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે 2 ડિસેમ્બર, 2025 સુધીનો સમય છે. ઉમેદવારો 6 અને 7 ડિસેમ્બરના રોજ તેમના અરજી ફોર્મમાં સુધારા કરી શકે છે.

ECGC PO Recruitment 2025: કેવી રીતે અરજી કરવી

  • સૌપ્રથમ, સત્તાવાર વેબસાઇટ main.ecgc.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર “Careers” વિભાગ પર જાઓ અને “ECGC PO Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
  • હવે, “Apply Online” પર ક્લિક કરો અને તમારી વિગતો ભરો.
  • બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી અવશ્ય ભરવી.
  • સબમિટ કર્યા પછી, અરજી ફોર્મની પ્રિન્ટ કરવી.

ECGC PO Eligibility: કોણ અરજી કરી શકે છે?

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. વય મર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામત શ્રેણીઓના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

ECGC PO પગાર:

ECGCમાં પ્રોબેશનરી ઓફિસરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ઉત્તમ પગાર મળશે. સૂચના અનુસાર, પગાર ₹88,635 થી ₹1,69,025 પ્રતિ માસ સુધીનો રહેશે. આ ઉપરાંત, કર્મચારીઓને ગ્રેડ પે, DA, HRA અને અન્ય ભથ્થાં મળશે.

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">