Gujarat Vidyapith : ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક, અગાઉ રદ્દ થઇ હતી નિમણૂંક

ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) ના 16માં કુલનાયક તરીકે વિદ્યાપીઠે પોતાના મંડળ દ્વારા તરીકે ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક કરી હતી. આ નિમણૂંક સામે ફરિયાદો થતા ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક રદ્દ કરવામાં આવી હતી.

Gujarat Vidyapith : ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક, અગાઉ રદ્દ થઇ હતી નિમણૂંક
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 8:10 PM

Gujarat Vidyapith : ગુજરાત વિદ્યાપીઠના 16માં કુલનાયકની પસંદગીની લાંબી ચાલેલી પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ડો.રાજેન્દ્ર ખીમાણી (Dr.Rajendra Khimani) ની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ સર્ચ કમિટીની એક ભૂલના કારણે કુલનાયકના પદ માટેની 80થી વધુ અરજીઓ રદ્દ કરવામાં આવી હતી.

અગાઉ રદ્દ થઇ હતી નિમણૂંક ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ના નિયમો નેવે મુકીને પોતાના નિયમો મુજબ ત્રણ સભ્યોની સર્ચ કમિટી રચીને નવા કુલનાયક માટે અરજીઓ મંગાવી દેવાઈ હતી ત્યારબાદ સ્ક્રુટિની કરીને ત્રણ નામ પસંદ કરીને કુલપતિને સોંપવામા આવ્યા હતા.

ત્યારબાદ ગત ડિસેમ્બરમાં પૂર્વ રજિસ્ટ્રાર ડો.રાજેન્દ્ર ખિમાણીની જ નવા કુલનાયક માટે પસંદગી કરવામા આવી હતી. નવા કુલનાયક માટે કરાયેલી પસંદગી પ્રક્રિયા અંતર્ગત રાજેન્દ્ર ખિમાણી (Dr.Rajendra Khimani) ની પસંદગી થયા બાદ આ પ્રક્રિયા જ આખી ખોટી રીતે થઇ હોવાની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે યુજીસીએ વિદ્યાપીઠને નોટિસ મોકલી આ સમગ્ર પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

80 થી વધુ અરજીઓ રદ્દ કરાઈ હતી ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) ના 16માં કુલનાયકના પદ માટે વિવિધ દાવેદારોએ કરેલી 80 થી વધુ અરજીઓ રદ્દ કરવામાં આવી હતી. કારણકે વિદ્યાપીઠના નવા કુલનાયક માટેની સર્ચ કમિટીમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ન હતા ત્યારબાદ કેન્દ્ર સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે ભાજપના નજીકના ગણાતા અને જીટીયુના કુલપતિ એવા નવિન શેઠની નિમણૂંક કરી હતી.

કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ઉમેરાતા સર્ચ કમિટીમાંથી એક સભ્યને દૂર કર્યા બાદ નવી સર્ચ કમિટીની પહેલી મીટિંગ મળી હતી.જેમા ચેરમેન સહિતના અન્ય બંને સભ્યોએ પણ સહમતી દર્શાવતા અગાઉની પસંદગી અને તમામ પ્રક્રિયા રદ કરી દેવાઈ હતી. આ સાથે 80 થી વધુ અરજીઓ રદ્દ કરવામાં આવી હતી.

ફરીથી ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) ના 16માં કુલનાયક તરીકે વિદ્યાપીઠે પોતાના મંડળ દ્વારા તરીકે ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક કરી હતી. આ નિમણૂંક સામે ફરિયાદો થતા ડો.રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંક રદ્દ કરવામાં આવી હતી. હવે નવી સર્ચ કમિટીએ લીધેલા નિર્ણયને આધારે ફરીથી ડો.રાજેન્દ્ર ખીમાણી ગૂજરાત વિદ્યાપીઠ 16માં કુલનાયક બન્યા છે. તેમણે આજથી જ એટલે કે 29-06-2021 થી જ કાર્યભાર સંભાળી લીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">