સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયાનો વિવાદ, આજે કુલપતિ શિક્ષણ વિભાગને સોંપી શકે છે રિપોર્ટ

નોંધનીય છેકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડના આક્ષેપનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો અને આ મુદ્દે ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હસ્તક્ષેપ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હવે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.. શિક્ષણ વિભાગની તપાસ ટીમ યુનવિર્સિટી પહોંચી ગઇ છે.. અને હાલ સિન્ડિકેટ હોલમાં બેઠક ચાલી રહી છે.. આબેઠકમાં કુલપતિ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપી શકે છે.. તેઓ અલગ-અલગ ફેકલ્ટી અને ડીન સાથે બેઠક કરીને રિપોર્ટ મોકલશે.. આ બેઠકમાં સ્ક્રીન શોટ્સ કોણે વાયરલ કર્યા તે અંગેની પણ ચર્ચા થશે.. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 પ્રોફેસરની ભરતીમાં નામ જાહેર થાય તે પહેલા જ સંપૂર્ણ પ્રક્રિયા રદ કરી દેવાઈ છે..કરાર આધારિત અધ્યાપકની ભરતી કરવાની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. લાગતાવળગતાઓને ગોઠવી દેવામાં આવશે તેવા આક્ષેપો પણ શરૂ થયા હતા. આમ છતાં યુનિવર્સિટીના સત્તાવાહકોએ ભરતી પ્રક્રિયા ચાલુ રાખી હતી. બંધ કવર કુલપતિને સોંપાઈ ગયા બાદ સ્ક્રીનશોટ્સ વહેતા થયા હતા.

નોંધનીય છેકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડના આક્ષેપનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો અને આ મુદ્દે ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હસ્તક્ષેપ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી અને ઉપકુલપતી સમક્ષ રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકોની કરાર આધારિત ભરતીમાં ભાજપના સભ્યોએ ખાસ વોટ્સઅપ ગ્રુપ બનાવી સંકલનના નામે ભલામણો કરી હોવાની ચર્ચા હતી અને યુનિવર્સિટીના 25 ભવનમાં 88 અધ્યાપકોની ભરતીને મામલે 12 અલગ અલગ ભવનમાં 23 નામની ઓન સ્ક્રિન ભલામણ થઈ હોવાની ચર્ચા ઉઠતા વિવાદ વકર્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati