AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પીવી કુલકર્ણી, મનીષા માંધારેથી લઈને વાઘમારે સુધી, જાણો કોણ છે NEET પેપર લીક કૌભાંડના માસ્ટર માઈન્ડ

NEET પેપર લીક કેસમાં અત્યારસુધી કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.જેમાં માસ્ટરમાઈન્ડ પીવી કુલકર્ણી છે. જે ખુબ એનટીએની એક્સપર્ટ પેનલનો ભાગ છે. સીબીઆઈએ દાવો કર્યો છે કે, કુલકર્ણીએ મનીષા મંધારે થી લઈ બ્યુટી પાર્લર ચલાવનારી મનીષા વાધમારે સુધી પોતાની ટીમ બનાવી હતી.

Breaking News : પીવી કુલકર્ણી, મનીષા માંધારેથી લઈને વાઘમારે સુધી, જાણો કોણ છે  NEET પેપર લીક કૌભાંડના માસ્ટર માઈન્ડ
| Updated on: May 17, 2026 | 7:59 AM
Share

NEET પેપર લીક મામલે તપાસ સીબીઆઈ કરી રહી છે. અત્યારસુધી સીબીઆઈ 9 લોકોની ધરપકડ કરી ચૂકી છે. તપાસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તેમજ નવા ચેહરાઓ સામે આવી રહ્યા છે. સીબીઆઈ એક્શન મોડમાં છે. અંદાજે 24 કલાકમાં 6 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સીબીઆઈની ટીમે પુણેની બાયોલોજીકલ લેક્ચરર મનીષા ગુરુનાથ મંધારેની ધરપકડ કરી હતી. મનીષા મંધારેને દિલ્હીમાં સીબીઆઈના હેડક્વાર્ટરમાં પુછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસના માસ્ટરમાઈન્ડ પીવી કુલકર્ણી અને મનીષા વાધમારે સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.

પરિવારને પેપર 10 લાખમાં આપ્યું

જો આપણે જોઈએ તો. નીટ 2026 પેપર લીક મામલે મહારાષ્ટ્ર મોડ્યુલની ભુમિકા મોટી રહી હતી. સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રના પાંચ જિલ્લા સુધી નેટવર્ક ફેલાયેલું હતુ. પુણે,અહિલ્યાનગર,નાસિક,લાતુર અને બીડ સુધી નેટવર્ક એક્ટિવ મોડમાં હતુ. ત્યારબાદ ગુરુગ્રામ,રાજસ્થાન સુધી પેપર લીક થયું હતુ. એવું પણ કહેવામાં આવી રહ્યુંછે કે, પીવી કુલકર્ણી અનેક વર્ષોથી નીટ પેપર સેટ કરતા હતા. તે પેપર સેટિંગ સાથે જોડાયેલા એનટીએની રાષ્ટ્રીય પેનલમાં હતુ. પુછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી ધનજંયએ ટેલીગ્રામ દ્વારા પેપર શુભમ ખૈરનાર સુધી નાસિક પહોંચાડ્યું હતુ. શુભમે પેપર ગુરુગ્રામના યશ યાદવને ટેલીગ્રામ પર મોકલ્યું હતુ. ત્યારબાદ યશ યાદવે રાજસ્થાનમાં એક પરિવારને પેપર 10 લાખમાં આપ્યું હતુ.

સીબીઆઈની પકડમાં માસ્ટરમાઈન્ડ

તપાસમાં જાણવા મળ્યું કે,પીવી કુલકર્ણીની કોચિંગ ક્લાસથી નીટનું પહેલું ગેસ પેપર નિકળ્યું હતુ.આની આખી સ્ટોરીમાં વધુ એક મહિલાનું પાત્ર હતુ. તેનું નામ મનીષા મંધારે છે. મનીષા પહેલાથી જ સીબીઆઈની ધરપકડમાં છે. તો નીટ યુજી 2026 પેપર લીક મામલે ધરપકડ માસ્ટમાઈન્ડ પીવી કુલકર્ણી અને તેના સપોર્ટીવ મનીષાને સીબીઆઈએ શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજુ કરી. જ્યાં સુનાવણી બાદ કોર્ટે બંન્ને આરોપીઓને 10 દિવસ સુધી સીબીઆઈ કસ્ટડીમાં રાખી છે.

માસ્ટરમાઈન્ડ કુલકર્ણીએ આપ્યો હતો મેસેજ

નીટ પરીક્ષાના પ્રશ્નને લઈ કુલકર્ણીએ એક મેસેજ આપ્યો હતો કે, રટ્ટા માર લેના ,મેરી બાત ભૂલના મેત જો ભૂલા વો ચૂકા, આ મામલે જયપુરથી ધરપકડ કરાયેલ દિનેશબિવાલની ભત્રીજી 2 દિવસથી ગુમ છે. તે એસએમએસ મેડિકલની ફર્સ્ટ યર એમબીબીએસની વિદ્યાર્થીની છે. આ મામલાને ગંભીરતાથી જોતા તપાસ એજન્સી હવે આ સાથે જોડાયેલા દરેક વાતની સ્પષ્ટતા કરી રહી છે. એવું પણ માનવમાં આવી રહ્યું છે કે, આ મામલે અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે છે.

કાનુની સવાલ : પેપર લીક કરનારાઓ પર કઈ કલમ લગાવવામાં આવે છે અને કેટલી સજા થાય? જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">