Gujarat 12th Science Result 2022 Live Highlights: ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ જાહેર, 72.05 ટકા વિદ્યાર્થિનીઓ અને 72 ટકા વિદ્યાર્થીઓ પાસ,196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:28 PM

12th science result 2022 live updates: પરિણામ (GSHSEB Result) સંબંધિત દરેક માહિતી TV9 ગુજરાતી લાઈવ અપડેટ પર મળશે. ગુજરાત બોર્ડ પરિણામ 2022 સંબંધિત દરેક અપડેટ માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો.

Gujarat 12th Science Result 2022 Live Highlights: ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ જાહેર, 72.05 ટકા વિદ્યાર્થિનીઓ અને 72 ટકા વિદ્યાર્થીઓ પાસ,196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો
Results of Std. 12 Science announced

Gujarat 12th Science Result 2022 Highlights: ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરવા વિશે પહેલેથી જ માહિતી આપી દીધી હતી. ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ (Gujarat 12th Science Result 2022) જોઈ શકે છે. પરિણામ જાહેર થયા પછી, તમે તમારો રોલ નંબર દાખલ કરીને સરળતાથી તમારું પરિણામ ચકાસી શકશો. આ ઉપરાંત, તમને પરિણામ (GSHSEB Result) સંબંધિત દરેક માહિતી TV9 ગુજરાતી લાઈવ અપડેટ પર મળશે. ગુજરાત બોર્ડ પરિણામ 2022 સંબંધિત દરેક અપડેટ માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 May 2022 02:23 PM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: અમરેલી જિલ્લાના લાઠીની કલાપી વિનય મંદિર સ્કૂલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં પ્રથમ નંબર પર રહી

    Gujarat 12th Science Result 2022 Live Updates:  અમરેલી જિલ્લાના લાઠીની કલાપી વિનય મંદિર સ્કૂલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં પ્રથમ નંબર પર રહી છે. 96.12 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. ગ્રાન્ટેડ શાળા નંબર વન પર આવતા ખુશીનો માહોલ છવાયો છે. નાનકડા શહેરની શાળા પ્રથમ નંબર પર આવતા સમગ્ર શિક્ષકો અને સંચાલકોમાં ખુશીનો માહોલ છે.

  • 12 May 2022 01:41 PM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: આ વર્ષે ફિઝિકસના પેપરમાં ઓછા માર્ક્સ મળતાં ધોરણ 12 સાયન્સનું પરિણામ નીચું ગયું

    Gujarat 12th Science Result 2022 Live Updates: ખાસ કરીને આ વર્ષે વિદ્યાર્થીઓને ફિઝિકસના પેપરમાં માર પડ્યો હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે. ફિઝિકસના પેપરમાં ઓછા માર્ક્સ મળતાં પરિણામ નીચું ગયું છે. પરિણામની ટકાવારી ઊંચી આવી છે પરંતુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે. સમગ્ર રાજ્ય માંથી માત્ર 196 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે.

  • 12 May 2022 01:04 PM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: અમદાવાદ શહેરમાં માત્ર 5 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા

    Gujarat 12th Science Result 2022 Live Updates: અમદાવાદ શહેરમાં માત્ર 5 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે. જયારે અમદાવાદ ગ્રામ્યમાં 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. રાજ્યના 35 માંથી 10 જિલ્લાઓમાં એકપણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી.

  • 12 May 2022 12:08 PM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: જૂનાગઢ જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 80.26% ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

    Gujarat 12th Science Result 2022 Live Updates: જૂનાગઢ જિલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 80.26% ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં કુલ 2563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2057 વિધાર્થીઓ પાસ થયા જ્યારે 511 વિધાર્થીઓ નાપાસ થયા છે.

  • 12 May 2022 11:43 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: જૂનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ ૯૯.૮૩ PR મેળવ્યા

    Gujarat 12th Science Result 2022 Live Updates: રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે.જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ ૯૯.૮૩ પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે.અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે. પોતાની સંધર્ષની વાત રજૂ કરતા કહ્યુ હતું કે હું રાજકોટ રૂમ રાખીને રહુ છું.અહીં કોરોના સમયે શાળાના સપોર્ટથી કોઇ મુશ્કેલી પડી ન હતી પરંતુ કોરોનાના લોકડાઉનના બે મહિના અભ્યાસ માટે ભારે મુશ્કેલી પડી હતી.અભ્યાસને વિક્ષેપ પાડી શકાય તેમ ન હતો પરંતુ આવા માહોલ વચ્ચે પણ મનથી અભ્યાસ કર્યો અને ધાર્યુ પરિણામ મેળવ્યું.

       

  • 12 May 2022 11:12 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: માસ પ્રમોશનના કારણે 5થી 6 ટકા પરિણામ ઓછું આવ્યું હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું

    Gujarat 12th Science Result 2022 Live Updates: એકંદરે પરિણામ સારું આવ્યું છે, પરંતુ પરિણામની ગુણવત્તા નબળી પડી છે, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, તો માસ પ્રમોશનના કારણે પરિણામ પર અસર પડી છે. માસ પ્રમોશનના કારણે 5થી 6 ટકા પરિણામ ઓછું આવ્યું હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું.

  • 12 May 2022 11:05 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સુરતનો વાગ્યો ડંકો, A1 અને A2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના

    Gujarat 12th Science Result 2022 Live Updates: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સુરતનો વાગ્યો ડંકો વાગ્યો છે. પરિમામમાં A1 અને A2 ગ્રેડ સાથે ઉત્તીર્મ થયેલા સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના છે. સુરતનું કુલ પરિણામ 81.57 ટકા રહ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરતના છે. રાજ્યમાં 196 A1 વિદ્યાર્થીઓમાંથી સુરતના 42 વિદ્યાર્થીઓ છે. A2 ગ્રેડમાં પણ સુરત રાજ્યમાં અવ્વલ રહ્યું છે. A2 ગ્રેડમાં રાજ્યના કુલ 3303 વિદ્યાર્થીઓમાંથી 636 સુરતના છે. A1 અને A2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવા સાથે રાજ્યમાં સુરત પ્રથમ ક્રમે રહ્યું છે.

  • 12 May 2022 10:53 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: રાજકોટમાં વિદ્યાર્થિનીઓએ ગરબા રમીને કરી ઉજવણી કરી

    Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે રહ્યો છે. રાજકોટ જિલ્લો 85.78 ટકા પરિણામ સાથે શિરમોર રહ્યો છે. ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના સારા પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં વિદ્યાર્થિનીઓએ ગરબા રમીને કરી ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓની ખુશીમાં શિક્ષકો અને શાળાના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. શિક્ષકોએ સારૂ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું મોં મીઠુ કરાવીને સફળતાને બિરદાવી હતી.

  • 12 May 2022 10:45 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો

    Gujarat 12th Science Result 2022 Live Updates: ધોરણ 12મા સાયન્સમાં 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 64 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.

  • 12 May 2022 10:32 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ

    Gujarat 12th Science Result 2022 Live Updates: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ જાહેર થયું છે.

    • ધોરણ 12 સાયન્સનુ પરિણામ જાહેર
    • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ
    • સૌથી વધુ 96.12 ટકા લાઠી કેન્દ્રનું પરિણામ
    • સૌથી ઓછુ લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા પરિણામ
    • સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ
    • સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ
    • 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
    • 3,303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો
    • અંગ્રેજી માધ્યમના 72.57 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
    • ગુજરાતી માધ્યમના 72.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
    • રાજ્યની 64 શાળાઓનું 100 ટકા પરિણામ
    • રાજ્યની 61 શાળાઓનું 10 ટકા કરતા પણ ઓછુ પરિણામ
  • 12 May 2022 10:19 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ 

    Gujarat 12th Science Result 2022 Live Updates: ધોરણ 12 સાયન્સનું 72.02 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ  જાહેર થયું છે.

  • 12 May 2022 10:07 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ જાહેર

    Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામ જાહેર કરવા વિશે પહેલેથી જ માહિતી આપી દીધી હતી. ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ (Gujarat 12th Science Result 2022) જોઈ શકે છે. સાઈટ પર તમારો રોલ નંબર દાખલ કરીને સરળતાથી તમારું પરિણામ ચકાસી શકશો.

  • 12 May 2022 09:57 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ જાહેર

    Gujarat 12th Science Result 2022 Live Updates: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે માર્ચ/એપ્રિલ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2022નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.12-05-2022 ના રોજ સવારના 10.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

  • 12 May 2022 09:43 AM (IST)

    Gujarat 12th Science Result 2022 Live Updates: 10 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવશે

    Gujarat 12th Science Result 2022 Live Updates:  આ પરિણામ સવારે 10 વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જોઇ શકાશે.

Published On - May 12,2022 9:40 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">