Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી

આજના સમયે લોકો નોકરી છોડી ખેતી તરફ વળ્યા છે કારણ કે, વર્તમાનમાં એક વ્યવસાય તરીકે કૃષિ અપનાવી તેમાંથી ઘણા લોકો નફો મેળવી રહ્યા છે. તેવી જ રીતે કૃષિની સાથે પશુપાલન પણ આજના સમયમાં એક સારો વિકલ્પ છે.

Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી
Poultry Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 2:53 PM

આજના સમયે લોકો નોકરી છોડી ખેતી તરફ વળ્યા છે કારણ કે, વર્તમાનમાં એક વ્યવસાય તરીકે કૃષિ અપનાવી તેમાંથી ઘણા લોકો નફો મેળવી રહ્યા છે. તેવી જ રીતે કૃષિની સાથે પશુપાલન પણ આજના સમયમાં એક સારો વિકલ્પ છે. જેમાં મરઘા પાલન ( Poultry Farming)નો વ્યવસાય કરી સારો નફો મેળવી શકાય છે અને ઘણા લોકો મેળવી રહ્યા છે.

મરઘા પાલન (Murgi Palan)કરી તમે ઈંડા, પાંખોનું પ્રોડક્શન વગેરેથી કમાણી કરી શકો છે. આમ તો મરઘા પાલન (Poultry Farming) ખુબ જ સફળ વ્યવસાય છે, પરંતુ ઘણી વખત લોકો જાણકારીના અભાવે તેમાં અસફળ રહેતા હોય છે. દાયકાઓથી ચાલતા મરઘા પાલનમાં અનેક સમસ્યાઓ છે. જેને સમજવી જરૂરી છે.

મરઘા પાલનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વધુ રોકાણની જરૂર પડતી નથી. ઓછી રકમથી પણ તમે મરઘા પાલનની શરૂઆત કરી શકો છો. જ્યાં સુધી તમે મોટાપાયે મરઘા પાલનની શરૂઆત નહીં કરો ત્યાં સુધી તો તમારે મોટી જગ્યાની જરૂર નહીં રહે. તમે પોતાના ઘર અથવા ગામમાં કોઈ પણ સ્થળે મરઘા પાલન કરી શકો છો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મરઘા પાલન કરી તમે ઓછા સમયમાં વધુ રીટર્ન મેળવી શકો છો. જેમાં થનાર ખર્ચ વધુ નથી હોતો. મોટાભાગના લોકો આ ખર્ચ કરવા સક્ષમ હોય છે. આ સિવાય, જાળવણીની પણ જરૂર હોતી નથી. બસ તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે જેમાં તમારે મરઘાઓ કોઈ બીમારીની ચપેટમાં ન આવી જાય અને  આ સિવાય મરઘાઓને સર્પ, વીંછી, કુતરા, બિલાડી વગેરેથી બચાવીને રાખવી પડે છે.

મરઘા પાલનમાં સારી કમાણી માટે જરૂરી છે કે મરઘાઓ સ્વસ્થ રહે. તેના માટે પુરતા પ્રમાણમાં પાણી, વિટામિન, પ્રોટીન વગેરેની જરૂર રહે છે. બજારમાં મરઘાઓને ખવડાવવા માટે અનેક પ્રકારના આહાર મળે છે. મરઘાઓના બચ્ચા થાય છે ત્યારે તે બચ્ચાઓને 48 કલાક બાદ ખોરાક આપવો જોઈએ. આ સિવાય પીવાના પાણીની વ્યવસ્થા પણ રાખવી જોઈએ.

આ વ્યવસાયમાં તમારે વધુ રોકાણ નહીં કરવું પડે. જો તમે 1500 મરઘાનું પાલન કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો તેમા 50 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીનો નફો મળી શકે છે. કોઈ પણ વ્યવસાય શરૂ કરવામાં થનાર ખર્ચ એના પર નિર્ભર હોય છે કે તમે તેને કેટલા મોટા સ્તર પર શરૂ કરો છો. જો મરઘા પાલન નાના પાયે કરવાનું વિચારી રહ્યા હો તો તેમાં 50 હજારથી એક લાખ સુધીનો ખર્ચો થઈ શકે છે. ત્યારબાદ જેમ-જેમ તેનો વ્યાપ વધતો જશે તેમ-તેમ રોકાણ પણ વધતું રહે છે.

મરઘા પાલન માટે તમને વિવિધ બેંક પાસેથી લોન પણ મળી શકે છે. ભારતીય સ્ટેટ બેંક પાસેથી પણ પોલ્ટ્રી ફાર્મ માટે લોન લઈ શકાય છે. તેના માટે તમારે ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ સહિત અનેક ડોક્યુમેન્ટની જરૂર રહે છે.

આ પણ વાંચો: કેળાની ખેતી કરતા ખેડૂતો રહો સાવધાન, આ રોગના ઉપદ્રવને સમયસર અટકાવી પાકને મોટા નુકશાનથી બચાવો

આ પણ વાંચો: Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન

g clip-path="url(#clip0_868_265)">