રાજય સરકાર દ્વારા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરાશે, તા. 31 માર્ચ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે

રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

રાજય સરકાર દ્વારા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરાશે, તા. 31 માર્ચ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે
Wheat will be procured by the state government from the farmers at the minimum support price (ફાઇલ)
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:23 PM

Banaskantha: ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે (Ravi Marketing Season)રવિ માર્કેટીંગ સીઝન 2022-23માં રાજ્ય સરકાર (State Government)દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 2015/- (પ્રતિ મણ રૂ. 403/-) ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.02/03/2022થી તા. 31/03/2022 સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો- 7, 12, 8-અ ની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ના નાયબ જિલ્લા મેનેજરે જણાવ્યું છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડુતોએ નોંધણી માટે VCE કે ગોડાઉન કક્ષાએ કોઇ પણ રકમ ચુકવવાની રહેતી નથી.

આ પણ વાંચો : Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો

આ પણ વાંચો : Gujarat Budget 2022 : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂ. 15,568 કરોડની જોગવાઇ, ખેતી માટે દિવસે વીજળી પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ

g clip-path="url(#clip0_868_265)">