Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો
ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, (Finance Minister Kanubhai Desai)નાણાકીય વર્ષ 2022-2023નુ અંદાજપત્ર રજુ કરતા અનેક વિભાગોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજના, જાહેરાત અને જોગવાઈ પર કરીએ એક નજર.
Gujarat Budget 2022 : ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, (Finance Minister Kanubhai Desai)નાણાકીય વર્ષ 2022-2023નુ અંદાજપત્ર રજુ કરતા અનેક વિભાગોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજના, જાહેરાત અને જોગવાઈ પર કરીએ એક નજર.
- ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ રચાશે.
- નવજાત બાળકો, માતાને ઘરે પહોચાડવા નવા 90 ખિલખિલાટ વાહન ખરીદાશે.
- 60થી80 વર્ષના નિરાધાર વૃદ્ધોને 750ને બદલે 1000નુ માસિક પેન્શન અપાશે.
- 80 વર્ષથી ઉપરના લાભાર્થીને 1250નુ પેન્શન અપાશે.
- રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજનાના લાભાર્થીને મહિને 1000નું પેન્શન અપાશે.
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુ. જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગણેવશ માટે રૂ. 600ને બદલે રૂ.900 આપવામાં આવશે.
- ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ હવે 1 લાખને બદલે 2.5 લાખ સહાય અપાશે.
- સામાજીક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા શરુ કરાશે.
- આદિજાતિ ક્ષેત્રમાં નવી 8 MSME જીઆઈડીસી એસ્ટેટ રચવામાં આવશે.
- ગ્રામ પંચાયતોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરાશે.
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવાઈ
- ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેપ્ટીવ સોલાર, વીન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે.
- સુરતના તાપી નદીકાંઠાનો વિશ્વ બેંકની મદદથી વિકાસ કરાશે.
- ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરાશે.
- ડ્રોન સ્કીલ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરવામાં આવશે.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ. 10ને બદલે રૂ.5માં ભોજન અપાશે. આ યોજના તમામે તમામ જિલ્લામાં લાગુ કરાશે.
- આદીજાતિ વિસ્તારમાં ગામથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાકા રસ્તા બનાવાશે.
- સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 218 કી.મી.ના રોડને 10 મીટર પહોળો કરાશે.
- ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી ખાતે 2 કિલોમીટરનો છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવાશે.
- વાહન વ્યવહાર નિગમ દ્વારા 50 ઈલેટ્રીક બસ ઉપરાંત BS-6 ધોરણની કુલ 1200 બસ ખરીદાશે.
- સુરત અને વડોદરા આરટીઓમાં વધારાનો ટેસ્ટ ટ્રેક બનાવાશે.
- સુરત-ગીફ્ટ સિટીમાં નવા પોલીસ સ્ટેશન બનાવાશે.
- કચ્છના ધોરડો, હાજીપીર, ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવાશે.
- વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી જિલ્લામાં જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવાશે.
- અમરેલી, વલસાડ અને સુરતમા માહિતી વિભાગની કચેરી બનાવાશે.
- ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- વ્યારા ખાતે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથે ફુટબોલ ગ્રાઉન્ડ બનાવાશે.
- સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે સેન્ટર ફોર એક્સેલન્સ બનાવાશે.
- બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે.
- સુરેન્દ્રનગર ખાતે આર્યુવેદ કોલેજ શરૂ કરાશે.
- સુરતમાં ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીગ લેબોરેટરી સ્થાપવામાં આવશે.
- માછીમારોને અપાતા દરેકસ્તરના ડિઝલમાં 2 હજાર લીટરનો વધારો કરાશે
આ પણ વાંચો : Gujarat Budget 2022 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ