AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2022 : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂ. 15,568 કરોડની જોગવાઇ, ખેતી માટે દિવસે વીજળી પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ

રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી નીતિઓ અને કામગીરીની માહિતી જન-જન સુધી પહોંચાડી, લોકો તેનો મહત્તમ લાભ લે તે માટે વિભાગ કાર્યરત છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે રૂ.20  કરોડની જોગવાઇ છે.  અમરેલી, વલસાડ અને સુરત ખાતે માહિતી કચેરીના બાંધકામ અને સાધનો માટે રૂ. 3 કરોડની જોગવાઇ છે.

Gujarat Budget 2022 : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂ. 15,568 કરોડની જોગવાઇ, ખેતી માટે દિવસે વીજળી પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ
Gujarat Budget 2022: For Energy and Petrochemicals Department Rs. 15,568 crore provision
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 5:13 PM
Share

Gujarat Budget 2022 : સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી (Electricity)એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ‌‌‌‌ 1181 યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું (Natural gas)જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14 હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

  1.  ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે રૂ. 1400 કરોડની જોગવાઇ
  2.  બાકી રહેતા તમામ કૃષિવિષયક વીજ જોડાણો આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે રૂ. 1046 કરોડની જોગવાઇ.
  3.  તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા રૂ. 734 કરોડની જોગવાઇ.
  4.  ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે રૂ. 100 કરોડની જોગવાઇ
  5.  વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને 33 સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.
  6.  ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે રૂ.110 કરોડની જોગવાઇ
  7.  કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના 5 હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે રૂ. 60 કરોડની જોગવાઇ
  8.  આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે રૂ. 50 કરોડની જોગવાઇ
  9.  એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત રૂ. 41 કરોડની જોગવાઇ
  10.  અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે રૂ. 22 કરોડની જોગવાઇ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 199 કરોડની જોગવાઇ

રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી નીતિઓ અને કામગીરીની માહિતી જન-જન સુધી પહોંચાડી, લોકો તેનો મહત્તમ લાભ લે તે માટે વિભાગ કાર્યરત છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે રૂ.20  કરોડની જોગવાઇ છે.  અમરેલી, વલસાડ અને સુરત ખાતે માહિતી કચેરીના બાંધકામ અને સાધનો માટે રૂ. 3 કરોડની જોગવાઇ છે.

આ પણ વાંચો : Gujarat Budget 2022 : શહેરી વિકાસ માટે કુલ 14,297 કરોડની જોગવાઇ, 55 હજાર નવા આવાસો માટે સહાય અપાશે

આ પણ વાંચો : Gujarat Budget 2022 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 517 કરોડની જોગવાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">