Wheat Price: આ વર્ષે ખેડૂતોને ઘણો ફાયદો થયો, MSP કરતા 135 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં વેચાયા

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના અંદાજ મુજબ, ભારતે વર્ષ 2021-22માં રેકોર્ડ 7 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. જેના કારણે દેશને 2.05 અબજ ડોલર મળ્યા.

Wheat Price: આ વર્ષે ખેડૂતોને ઘણો ફાયદો થયો, MSP કરતા 135 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં વેચાયા
Wheat PriceImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 5:49 PM

સામાન્ય રીતે ઘઉં ખુલ્લા બજારમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતા ઓછા ભાવે વેચાય છે. પરંતુ આ વર્ષે ઓછી ઉપજ અને રશિયા-યુક્રેન યુદ્ધે પરિસ્થિતિ બદલી. ઓપન માર્કેટમાં પહેલીવાર ઘઉંની કિંમત (Wheat Price) MSP કરતા ઉપર રહી. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઘઉંના MSP કરતાં સરેરાશ 135 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધુ ભાવ મળ્યો છે. ખેડૂતોને ઘઉંનો સરેરાશ ભાવ 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળ્યો છે, જ્યારે MSP 2015 રૂ. હતી. રાષ્ટ્રીય સ્તરે એક ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને સરેરાશ રૂ. 1008 પ્રતિ ક્વિન્ટલ ખર્ચ થાય છે.

કેન્દ્ર સરકારે આ વર્ષે 444 લાખ મેટ્રિક ટન ઘઉંના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ, બજારમાં ભાવ વધુ હોવાથી લોકોએ તેમની ઉપજ સરકારને બદલે વેપારીઓને વેચી. જો બજારમાં આટલા ઘઉં વેચાય તો ખેડૂતોને 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે લગભગ 95,460 કરોડ રૂપિયાની કમાણી થઈ હશે, જ્યારે MSP પર વેચવામાં આવે તો તેને માત્ર 89,466 કરોડ રૂપિયા જ મળ્યા હોત. આ રીતે, સરકારનો અંદાજ છે કે ખેડૂતોએ આ વખતે બજારમાં ઘઉં વેચીને MSP કરતાં 5994 કરોડ રૂપિયા વધુ કમાયા હશે.

કેટલા ઘઉંની નિકાસ કરવામાં આવી?

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના અંદાજ મુજબ, ભારતે વર્ષ 2021-22માં રેકોર્ડ 7 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. જેના કારણે દેશને 2.05 અબજ ડોલર મળ્યા. અગાઉ ભારત પરંપરાગત રીતે ઘઉંનો મોટો નિકાસકાર ન હતો. વર્ષ 2020-21માં માત્ર 21.55 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 2019-20માં તે માત્ર 2.17 લાખ મેટ્રિક ટન હતું. રેકોર્ડ નિકાસને કારણે ભારતમાં ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળ્યા. જો કે, ઘઉંની સ્થાનિક ફુગાવાને કાબૂમાં લેવા માટે સરકારે 13 મેના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનો દાવો છે કે આ પ્રતિબંધ બાદ ઘઉં અને ઘઉંના ઉત્પાદનોના ભાવમાં વધારો અટકી ગયો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ઘઉંની સરકારી ખરીદીમાં કેટલો ઘટાડો?

કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે રવી માર્કેટિંગ સીઝન 2022-23માં ઘઉંની ખરીદીમાં 58 ટકાનો ઘટાડો થયો છે. સરકારે 444 લાખ મેટ્રિક ટન ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઉત્પાદનમાં ઘટાડાને કારણે પરિસ્થિતિ બદલાઈ ત્યારે આ લક્ષ્યાંક સુધારીને 195 લાખ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો. હવે સરકાર કહી રહી છે કે આ વર્ષે ઘઉંની ખરીદી માત્ર 190 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાની આશા છે. 5 જૂન સુધીમાં 187.28 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે ઘઉંનો ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેવાનો અંદાજ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">