ઘઉં અને તુવેર દાળના ભાવમાં થઈ શકે છે ઘટાડો, રાજ્ય સરકારે બનાવ્યો આ પ્લાન
આ પ્લાન મૂજબ તેઓ કેન્દ્ર સરકાર પાસેથી દર મહિને ઘઉં અને તુવેર દાળનો સ્ટોક લેશે અને લોકોને ઓછા દરે આપશે. ખાસ વાત એ છે કે દર મહિને સરકાર સસ્તા અનાજની દુકાન દ્વારા સામાન્ય લોકોને વ્યાજબી દરે ઘઉં અને તુવેર દાળનું વેચાણ કરશે.
સમગ્ર દેશમાં હાલ વરસાદ (Rain) પડી રહ્યો છે તેના કારણે તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીના ભાવ આસમાને છે અને મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. શાકભાજીની (Vegetables) સાથે ઘાન્ય પાક અને કઠોળ પણ મોંઘા થયા છે. કેટલાક શાકભાજીની સાથે દાળ પણ સામાન્ય લોકોની થાળીમાંથી ગાયબ થયા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવનારા કેટલાક મહિનાઓ સુધી મોંઘવારી માંથી રાહત મળવાની આશા નથી. કદાચ અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તેમાં પણ વધારો થઈ શકે છે.
સામાન્ય લોકોને સસ્તા દરે ખાદ્ય સામગ્રી મળશે
આ સમાચાર વચ્ચે ભારતમાં એક એવું રાજ્ય પણ છે, જ્યાં મોંઘવારીથી રાહત મળવાની આશા વધી છે. આ માટે રાજ્ય સરકારે એક પ્લાન બનાવ્યો છે. આ યોજનાથી સામાન્ય લોકોને સસ્તા દરે ખાદ્ય સામગ્રી મળી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, તમિલનાડુ સરકાર રાજ્યમાં સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત અપાવવા માટે એક યોજના પર કામ કરી રહી છે.
આ પ્લાન મૂજબ તેઓ કેન્દ્ર સરકાર પાસેથી દર મહિને ઘઉં અને તુવેર દાળનો સ્ટોક લેશે અને લોકોને ઓછા દરે આપશે. ખાસ વાત એ છે કે દર મહિને તમિલનાડુ સરકાર સસ્તા અનાજની દુકાન દ્વારા સામાન્ય લોકોને વ્યાજબી દરે ઘઉં અને તુવેર દાળનું વેચાણ કરશે. રાજ્ય સરકારને આશા છે કે આ યોજનાથી લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે.
ટામેટાનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો
જો છૂટક મોંઘવારીની વાત કરવામાં આવે તો તેમાં ઘણો વધારો થયો છે. તુવેર દાળ સૌથી વધારે મોંઘી થઈ છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં એક કિલો તુવેર દાળના ભાવ 150 રૂપિયાથી વધીને 160 રૂપિયા થયા છે. લીલા શાકભાજીના ભાવ વધ્યા છે તેમાં પણ ટામેટાના ભાવમાં ધરખમ વધારો થયો છે. કેટલાલ રાજ્યમાં તેનો ભાવ 250 રૂપિયા સુધી પહોચ્યો છે સાથે જ લીલા મરચાના ભાવ 200 પ્રતિ કિલો છે.
આ પણ વાંચો : ખેતરમાં તળાવ બનાવવા પર સરકાર આપશે બમ્પર સબસિડી, જલ્દી અરજી કરો
લીલા શાકભાજીમાં કારેલા અને ભીંડા પણ રૂ. 100 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જૂનમાં છૂટક ફુગાવો વધીને 4.81% થયો, જે મે મહિનામાં 4.25% હતો. આ જ કારણ છે કે તમિલનાડુ સરકારે સસ્તા અનાજની દુકાનો દ્વારા કઠોળ અને ઘઉંનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે, જેથી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ સામાન્ય લોકોના અસર કરે નહીં.
દર મહિને 10,000 ટન તુવેર દાળ અને ઘઉં આપવાની માગ
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને ખાદ્ય મોંઘવારી પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારને મોંઘવારી દર ઘટાડવાની પણ વિનંતી કરી છે. તેમણે કેન્દ્રીય સ્ટોકમાંથી દર મહિને લગભગ 10,000 ટન તુવેર દાળ અને ઘઉં આપવાની માગ કરી છે.