ખેતર અને પશુઓની સુરક્ષા માટે ફેન્સીંગ જરૂરી છે, જાણો ફેન્સીંગના પ્રકાર અને તેના ફાયદા વિશે

વાડ વિવિધ ડિઝાઇન અને સામગ્રીથી બનેલી હોય છે જે પશુઓનું રક્ષણ કરે છે અને તેમને નુકસાન પહોંચાડતી નથી. ફેન્સિંગ દ્વારા કોઈ પણ અનધિકૃત વ્યક્તિ અથવા પ્રાણી ખેતરમાં પ્રવેશી શકતા નથી તેમજ વન્ય પ્રાણીઓ તમારા પાકને નુકસાન પહોંચાડતા નથી.

ખેતર અને પશુઓની સુરક્ષા માટે ફેન્સીંગ જરૂરી છે, જાણો ફેન્સીંગના પ્રકાર અને તેના ફાયદા વિશે
Fencing

ખેતર અને ફાર્મના રક્ષણ માટે બાઉંડ્રી અથવા વાડ (Fencing) બાંધવી ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં ફેન્સિંગ માટે કેટલો ખર્ચ થાય છે તે જાણવું જરૂરી છે, તેમજ વાડ કઈ જગ્યાએ ઉભી કરવી જોઈએ.

સામાન્ય રીતે વાડની ઉંચાઈ ચાર ફૂટ અથવા 1.2 મીટર હોય છે. જ્યારે પશુધનના રક્ષણ માટે તેનાથી ઉંચી વાડ બનાવવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ તે બાંધવા માટે કાયદાકીય પરવાનગી પણ લેવામાં આવે છે. ખેતીની જમીનમાં (Agriculture Land) પાક સંરક્ષણ માટે વાડ ખૂબ મહત્વની છે. કારણ કે જો તમે વાડ ના મુકો તો તમારી બધી મહેનત વ્યર્થ જશે. તેથી જુદા જુદા સંજોગોને ધ્યાનમાં રાખીને તે મુજબ ફેન્સીંગ કરવી જોઈએ.

વાડ વિવિધ ડિઝાઇન અને સામગ્રીથી બનેલી હોય છે જે પશુઓનું રક્ષણ કરે છે અને તેમને નુકસાન પહોંચાડતી નથી. ફેન્સિંગ દ્વારા કોઈ પણ અનધિકૃત વ્યક્તિ અથવા પ્રાણી ખેતરમાં પ્રવેશી શકતા નથી તેમજ વન્ય પ્રાણીઓ તમારા પાકને નુકસાન પહોંચાડતા નથી. ખેતીની જમીનમાં ફેન્સિંગ નવી વાત નથી, આ ખ્યાલ યુગોથી ચાલી રહ્યો છે. પરંતુ સમયની સાથે આધુનિક પ્રકારની વાડ બજારમાં આવી રહી છે જેને લગાવી સરળ છે. તે એક સમયનું રોકાણ છે, જે તમારા કૃષિ ક્ષેત્ર અને પશુધનને ઘણા વર્ષોથી સુરક્ષિત કરે છે.

ખેતીની જમીનમાં ફેન્સીંગની જરૂરિયાત શા માટે છે ?
વાડ ખેતીની જમીનને જુદા જુદા ભાગોમાં વહેંચે છે. જેનો તમે ઘાસચારા વિસ્તાર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે પશુ કે પ્રાણી તમારા ખેતરમાં આવશે નહીં અને મર્યાદિત વિસ્તારમાં રહીને જ તે ઘાસચારો વગેરે ખાઈ શકશે. સંકલિત ખેતીમાં આ ખૂબ મહત્વનું બને છે, જેથી તમારા પાકને તમારા પશુઓથી સુરક્ષિત કરી શકાય અને તમારા પશુઓ પણ તેમના વિસ્તારમાં આરામથી રહી શકે. પહેલાના સમયમાં ફેન્સીંગ ખૂબ ખર્ચાળ હતી પરંતુ હવે બજારમાં વિવિધ પ્રકારના વાયર અને વાડ ઉપલબ્ધ છે જેનો ખેડૂતો ઉપયોગ કરી શકે છે.

ફેન્સીંગના ફાયદા
વાડ સસલા, ખીસખોલી વગેરેથી પાકનું રક્ષણ કરે છે. આ સાથે ખેડૂતો અને પશુપાલકો અસ્વસ્થ પશુઓને અલગ રાખી શકે છે. ઉચ્ચ ગુણવત્તાની વાડ ઘણી બાબતોમાં સુરક્ષા પૂરી પાડે છે. પશુઓ પોતાની મરજીથી વાડમાં મુક્તપણે હરીફરી શકે છે અને તેઓ વાડમાંથી બહાર નીકળી શકતા નથી. વાડ ખેતર પર સંગ્રહ કરેલા પાકનું પણ રક્ષણ કરે છે.

વાડના પ્રકાર
વાયર ફેન્સીંગની સામગ્રીની મજબૂતાઇ વાયર કેવી રીતે બાંધવામાં આવે છે તેના પર નિર્ભર કરે છે. કાંટાળા તારમાંથી પણ વાડ બનાવવામાં આવે છે. લાકડાના વાડનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. આ સિવાય કૃત્રિમ વાડ, વેલ્ડ વાયર ફેન્સીંગ વગેરે જેવી વસ્તુઓમાંથી વાડ બનાવવામાં આવે છે. વાડ બનાવવા માટે વપરાતી સામગ્રી અને વિસ્તારના આધારે તેની કિંમતમાં વધારો કે ઘટાડો થાય છે.

આ પણ વાંચો : ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ છે, ભારતમાં તેને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યુ છે: ખાદ્ય મંત્રાલય

આ પણ વાંચો : અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી સુરતનો આ ખેડૂત કોઈ પણ માર્કેટિંગ વગર વેચે છે ઓર્ગેનિક ગોળ

Click on your DTH Provider to Add TV9 Gujarati