અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી સુરતનો આ ખેડૂત કોઈ પણ માર્કેટિંગ વગર વેચે છે ઓર્ગેનિક ગોળ
ઓર્ગેનિક ખેતીને કારણે શેરડીના ઉત્પાદનમાં 8 થી 10 ટનનો વધારો થયો છે. ઓર્ગેનિક શેરડીમાંથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવે છે. એક ટન શેરડીમાંથી તે લગભગ 120 કિલો ગોળનું ઉત્પાદન કરે છે.
આજના યુગમાં, કૃષિ (Agriculture) માટે સારું બજાર શોધવું એ સૌથી મોટો પડકાર છે કારણ કે જો સારું બજાર ન હોય તો ખેડૂતોને (Farmers) તેમના ઉત્પાદનના સારા ભાવો મળી શકશે નહીં. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમણે તેનો ઉપાય શોધી કાઢ્યો છે અને આજે સારી કમાણી કરી રહ્યા છે.
ગોવિંદભાઈ વઘાસિયા સુરતમાં રહેતા આવા જ એક ખેડૂત છે. એક સમય હતો જ્યારે શેરડીની લણણી પછી તેઓ શેરડીના વાજબી ભાવ મેળવવા મહિનાઓ સુધી રાહ જોતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ માટે તેણે જાતે પ્રયત્ન કર્યો. નવી પદ્ધતિઓ અપનાવી આજે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી ઓર્ગેનિક ગોળનું વેચાણ કરી રહ્યા છે.
કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો વાજબી ભાવની રાહ જોતા ગોવિંદભાઈ ખૂબ પરેશાન થયા અને તેના ઉકેલ માટે તેમણે શેરડી વેચવાને બદલે તેનો ગોળ બનાવી અને તે વેચવાનું નક્કી કર્યું. ગોળ બનાવવાનું નક્કી કર્યા પછી, તેમણે કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો. જોકે તેમના પિતાએ તેમને ગોળ બનાવવાની પદ્ધતિ શીખવી હતી, પરંતુ તેઓ તેને વ્યવસાય તરીકે કરવા માંગતા હતા, તેથી તેમણે વ્યવસાયિક રીતે ગોળ બનાવવાનું શીખવાનું વિચારતા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો.
ગોવિંદભાઈ 10 વર્ષથી ઓર્ગેનિક ગોળ બનાવી વેચાણ કરે છે તેને યુનિવર્સિટી તરફથી માર્ગદર્શન મળ્યું, ત્યારબાદ ગુણવત્તાની ખાસ કાળજી લેતા, તેણે પોતાની બ્રાન્ડ નામ સાથે ગોળ બનાવવાનું શરૂ કર્યું. ગોવિંદભાઈએ નાના પાયે શરૂઆત કરી ગોળ બનાવવાનું શરૂ કર્યું. આજે તેના ગોળ બનાવવાના પ્લાન્ટમાં લગભગ 350 લોકો કામ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવી રહ્યા છે.
ગોવિંદભાઈએ કહ્યું કે 10 કિલો ગોળ લઈ જનારા ગ્રાહક બીજા વર્ષે 100 કિલો ગોળ લેવા માટે અમારી પાસે આવે છે. મારા માટે આ સફળતા અને નફો બન્ને છે. તેમના પિતા ઘણીવાર કહેતા કે દુનિયાના અન્ય કોઈ પણ વ્યવસાયને બદલે જો તમે ખેતીમાં મહેનત કરશો તો તમે મનની શાંતિ સાથે સારો નફો મેળવી શકશો. ખેતીમાં આવક વધારવા માટે, વ્યક્તિએ હંમેશા કંઈક શીખતા રહેવું જોઈએ, પછી ભલે તે નવી ટેકનોલોજી હોય અથવા નવી પ્રોડક્ટ્સનું સર્જન.
100 એકર જમીનના માલિક ગોવિંદભાઈને જાણ્યુ કે ઓર્ગેનિક ખેતીને કારણે શેરડીના ઉત્પાદનમાં 8 થી 10 ટનનો વધારો થયો છે. ઓર્ગેનિક શેરડીમાંથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવે છે. એક ટન શેરડીમાંથી તે લગભગ 120 કિલો ગોળનું ઉત્પાદન કરે છે. આ રીતે તેના ખેતરમાં પ્લાન્ટમાં દરરોજ 11 હજાર કિલો ગોળનું ઉત્પાદન થાય છે. તેમની પાસે લગભગ 100 એકર ખેતીની જમીન છે, જેમાં તેઓ 22 એકર જગ્યામાં ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : હવે ગાય અને ભેંસ પણ ખાશે ખાસ કેન્ડી ચોકલેટ, પોષક તત્વોથી ભરપૂર આ ચોકલેટથી દૂધના ઉત્પાદનમાં થશે વધારો
આ પણ વાંચો : Black Guava Farming: હવે ખેડૂતો કરી શકશે કાળા જામફળની ખેતી, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક