ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં ડાંગર અને મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
ખેડૂતો ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. ડાંગર અને મગફળીના પાકમાં (Groundnut Crop) રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
મગફળીના પાકમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ
1. મગફળીમાં પીળાશ દેખાય તો ૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીબુના ફુલ (સયટીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગળીને છંટકાવ કરવો ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે ૨ થી ૩ છાંટકાવ કરવા.
2. મગફળીમાં ચુસીયા પ્રકારની જીવતો માટે શોષક પ્રકારની દવાઓ છાંટવી.
3. મગફળીમાં પાનનાં ટપકા અને ગેરૂનાં નિયંત્રણ માટે ટેલુકોનાઝોલ ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં નાખી બે છંટકાવ 15 દિવસનાં અંતરે કરવા.
4. મગફળીમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫એસ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
5. ટીક્કા માટે મગફળીનો પાક ૩૦-૩૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨ ટકા (૨૬ ગ્રામ દવા ૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડોઝીમ દવા ૦.૦૨૫ ટકાના (૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં), પ્રમાણે છાંટવી.
6. બીજો છંટકાવ પહેલા છંટકાવ પછી ૧૨-૧૫ દિવસના અંતરે કરવો. લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦,૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
ડાંગરના પાકમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ
1. ડાંગરની ‘શ્રી’ પદ્ધતિ અપનાવો.
2. ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેર રોપણી પછી ૩૦-૩૫ દિવસે (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફ્યુરાન ૩ જી (૬ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ કર્યા બાદ બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે.
3. ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૨૦ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લી. પૈકી ગમે તે એક કિટનાશક ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી