ખેડૂતોએ જાન્યુઆરી માસમાં આંબા, પપૈયા, જામફળ અને બોરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Jan 16, 2022 | 10:20 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ જાન્યુઆરી માસમાં આંબા, પપૈયા, જામફળ અને બોરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Mango - Fruit Crop

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે આંબા, પપૈયા, જામફળ અને બોરના (Fruit Crops) પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

આંબા

1. મધીયાના નિયંત્રણ માટે જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય તો સાયપરમેથ્રીન ૧૦ ટકા ઈ.સી. ૪ મી.લી. અથવા ફેનવેલેરેટ ૨૦ ટકા ઈ.સી., ૫.૪ મી.લી., ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2. ભૂકીછારાનો ઉપદ્રવ જણાય તો દ્રાવ્ય ગંધક ૮૦ પાવડર ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ (કેરેથીન) ૬ મી.લી. અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. મિથાઈલઓ ડિમેટોન અથવા ડાયમિથોએટ અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ ગ્રામનો છંટકાવ કરવો.

પપૈયા

1. જૈવિક નિયંત્રણ ટ્રાઈકોડર્માં આધારિત કલ્ચર છાણીયા ખાતરમાં મિશ્ર કરી થડની ફરતે જમીનમાં આપવું.

2. થડ ફરતે જમીનની ૪૦ થી ૫૦ સે.મી. ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાવવી.

જામફળ

1. ફળો ઉતારી લીધા બાદ પાક પૂરો થયે ઝાડને આરામ આપવો.

2. છાલ કોરીખાનાર ઈયળના નિયંત્રણ માટે હંગાર સાફ કરી ૧૦ લીટર પાણીમાં કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી.નું દ્રાવણ ઝાડના થડ ફરતે છાલમાં છાંટવું કે કેરોસીનનું પોતું પૂરી કાણા ચીકણી માટીથી બંધ કરવા.

બોર

1. ખરી પડેલા સડેલા બોર વીણી નાશ કરવો.

2. પિયતની અનુકુળતા મુજબ ૧૦ થી ૧૫ દિવસે પિયત આપવું.

3. ફળમાખીના નિયંત્રણ માટે ફેન્થીઓન ૫૦% ઈ.સી. ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી મોટા ફોરે છાંટવું.

4. ફળમાખી અને ફળ કોરીખાનાર ઈયળ માટે મેલાથીઓન અથવા નીમાર્ક અથવા ફેન્થીઓનમાંથી કોઈ એક દવાનો છંટકાવ કરવો.

5. પહેલા ફળ વટાણા જેવડા થાય ત્યારે પછી ૧૫ દિવસે બીજો છંટકાવ કરવો.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : સીંગતેલના ભાવમાં ચાર-પાંચ મહિનામાં 20 ટકાનો ઘટાડો થયો, ઓછા ભાવને કારણે ખેડૂતો તેમની ઉપજ વેચવા તૈયાર નથી

આ પણ વાંચો : Coconut Farming : નાળિયેરની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, જાણો ખેતી વિષે સમગ્ર માહિતી

આ પણ વાંચો : Cherry Tomato Cultivation: 600 રૂપિયા કિલો વેચાય છે આ ટામેટા, જાણો ચેરી ટામેટાની ખાસિયત

Next Article